રાજકોટઃ ભારતના સ્ટાર ચાઇનામેન બોલર કુલદીપ યાદવે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રાજકોટ વનડે મેચમાં મહત્વના સમયે બે વિકેટ ઝડપીને ટીમ ઈન્ડિયાની જીતનો દરવાજો ખોલ્યો હતો. આ દરમિયાન કુલદીપ યાદવે એક મોટી સિદ્ધિ પોતાના નામે કરી છે. કુલદીપ યાદવે વનડે આંતરરાષ્ટ્રીયમાં પોતાની 100 વિકેટ પૂરી કરી લીધી છે. કુલદીપ યાદવ ભારત માટે સૌથી ઝડપી 100 વનડે આંતરરાષ્ટ્રીય વિકેટ લેવાના મામલામાં ત્રીજા નંબર પર આવી ગયો છે. કુલદીપ યાદવે ઓસ્ટ્રેલિયાની ઈનિંગની 38મી ઓવરમાં એલેક્સ કેરીને આઉટ કરીને આ સિદ્ધિ હાસિલ કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઓવરમાં કુલદીપ યાદવે સ્ટીવ સ્મિથને 98 રન પર બોલ્ડ કરીને ટીમ ઈન્ડિયાની જીતનો દરવાજો ખોલ્યો હતો. સ્ટીવ સ્મિથ સદી ચુકી ગયો હતો. કુલદીપે 58 મેચ રમીને વનડે આંતરરાષ્ટ્રીયમાં પોતાની 100 વિકેટ પૂરી કરી છે. કુલદીપ પહેલા મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહનું નામ આવે છે. શમીએ 56 વનડે આંતરરાષ્ટ્રીય મેચ રમીને અને જસપ્રીત બુમરાહે 57 મેચ રમીને 100 વિકેટ હાસિલ કરી હતી. 


સૌથી ઝડપી 100 વિકેટ ઝડપનાર ભારતીય બોલર


56 મેચ- મોહમ્મદ શમી


57 મેચ - જસપ્રીત બુમરાહ


58 મેચ - કુલદીપ યાદવ


59 મેચ - ઇરફાન પઠાણ


65 મેચ - ઝહીર ખાન


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર