સિડનીઃ કુલદીપ યાદવે ઓસ્ટ્રેલિયામાં પોતાના પ્રથમ ટેસ્ટ મેચમાં શાનદાર બોલિંગ કરી હતી. આ ચાઇનામેન બોલરે ચાર ટેસ્ટ મેચોની સિરીઝના અંતિમ મેચમાં ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઈનિંગમાં પાંચ વિકેટ ઝડપી હતી. રવિવારે સિડનીમાં તેણે જોશ હેઝલવુડને આઉટ કરીને આ સિદ્ધિ મેળવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કુલદીપે 99 રન આપીને પાંચ વિકેટ ઝડપી અને ઓસ્ટ્રેલિયાને પ્રથમ ઈનિંગમાં 300 રને સમેટી દીધું હતું. ભારતે પોતાની પ્રથમ ઈનિંગના આધાર પર 322 રનની લીડ મેળવી અને ઓસ્ટ્રેલિયાને ફોલોઓન આપ્યું હતું. આ પહેલા કુલદીપે મેચના ચોથા દિવસે કાંગારૂ ટીમે બીજી ઈનિંગમાં કેટલાક ઝટકા આપ્યા પરંતુ વરસાદને તેની આશા પર પાણી ફેરવી નાખ્યું હતું. ખરાબ પ્રકાશ અને વરસાદને કારણે બીજી ઈનિંગમાં ચાર ઓવરની રમત થઈ અને ઓસ્ટ્રેલિયન ટીમ 6 રન બનાવી પરત ફરી હતી. 


India vs Australia: ઓસ્ટ્રેલિયાને પોતાની ધરતી પર 31 વર્ષ બાદ મળ્યું ફોલોઓન


કુલદીપે શનિવારે ઉસ્માન ખ્વાજાના રૂપમાં પોતાની પ્રથમ વિકેટ ઝડપી હતી. ત્યારબાદ તેણે ટ્રેવિસ હેડ અને ટિમ પેનને પણ તે દિવસે આઉટ કર્યા હતા. રવિવારે ચોથા દિવસે તેણે નાથન લાયન અને પછી જોશ હેઝલવુડને આઉટ કરીને પાંચ વિકેટ પૂરી કરી હતી. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર