દુબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના બોલર કુલદીપ યાદવે સોમવારે (26 નવેમ્બર) જાહેર થયેલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ  પરિષદ (આઈસીસી)ના ટી-20 બોલરોની વૈશ્વિક રેન્કિંગમાં ત્રીજું સ્થાન મેળવ્યું છે. આ સિવાય ઓસ્ટ્રેલિયાના એડમ  ઝમ્પાએ પણ ટોપ-5માં પોતાનું સ્થાન બનાવી લીધું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતના સ્પિન બોલર કુલદીપે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલી ટી-20 મેચોમાં ચાર વિકેટ લીધી હતી. તેણે 20  સ્થાનની છલાંગ લગાવીને ત્રીજુ સ્થાન મેળવ્યું છે. 


આ સિવાય ભારત વિરુદ્ધ ટી20 શ્રેણીમાં ત્રણ વિકેટ ઝડપીને આ રેન્કિંગમાં ઝમ્પાએ 17 સ્થાનોની છલાંગ  લગાવતા પાંચમું સ્થાન મેળવ્યું છે. 

કોલંબો ટેસ્ટઃ ઈંગ્લેન્ડે વિદેશમાં 55 વર્ષ બાદ કર્યો વ્હાઇટવો


ઓસ્ટ્રેલિયાના બોલર બિલી સ્ટાનલેક અને એંડ્રયૂ ટાઈને નુકસાન થયું છે. સ્ટાનલેક બોલરોની યાદીમાં પાંચમાં  સ્થાનેથી ખસીને 14માં અને એંડ્રયૂ ટાય આઠમાં સ્થાનેથી ખસીનને 18માં સ્થાને પહોંચી ગયો છે. 


ભારત માટે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ અંતિમ ટી-20 મેચમાં શાનદાર પ્રદર્શન કરનાર બોલર ક્રુણાલ પંડ્યાએ પણ  સકારાત્મક પરિણામ હાસિલ કરતા ટોપ-100 બોલરોમાં સ્થાન મેળવી લીધું છે. તે 66 સ્થાનની છલાંગ લગાવીને  98માં સ્થાને પહોંચી ગયો છે. 



હવે આ બાંગ્લાદેશના સ્ટાર ક્રિકેટરે રાજનીતિના મેદાનમાં ઉતરવાનો લીધો નિર્ણય


ટી-20 બેટ્સમેનોની યાદીમાં ભારતીય બેટ્સમેન રોહિત શર્મા બે સ્થાન નીચે આવીને છઠ્ઠા સ્થાને આવી ગયો છે,  તો રાહુલને પણ બે સ્થાનનું નુકસાન થયું છે. તે વનમાં સ્થાને પહોંચી ગયો છે. શિખર ધવન 11માં સ્થાને પહોંચી  ગયો છે. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર