નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર વીરેન્દ્ર સહેવાગે અનિલ કુંબલેને મુખ્ય પસંદગીકાર બનાવવાની ભલામણ કરી છે. સહેવાગે કહ્યું કે, પૂર્વ કેપ્ટનની ખેલાડીઓને આત્મવિશ્વાસ વધારવાની ખુબી તેને મુખ્ય પસંદગીકાર માટે પ્રબળ દાવેદાર બનાવે છે. સહેવાગે સાથે આ કામ માટે પૈસા વધારવાની પણ વાત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હંમેશા સ્પષ્ટ રીતે પોતાની વાત રજૂ કરનાર વીરુએ કહ્યું કે, બીસીસીઆઈએ પસંદગી સમિતિને વધુ ચુકવણી કરવાની જરૂર છે. 


એમએસકે પ્રસાદની અધ્યક્ષતા વાળી હાલની પસંદગી સમિતિએ હાલતા લાઇટવેટ હોવાના આરોપનો સામનો કરવો પડે છે. આ સંપૂર્ણ પસંદગી સમિતિની પાસે કુલ મળીને 13 ટેસ્ટ મેચોનો અનુભવ છે. વીરૂએ કહ્યું, 'મને લાગે છે કુંબલે મુખ્ય પસંદગીકારના પદ માટે યોગ્ય ઉમેદવાર હશે. તે એવો ખેલાડી છે જેણે ખેલાડી તરીકે સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી અને રાહુલ દ્રવિડ જેવા લોકો સાથે વાત કરી છે અને કોચના રૂપમાં યુવાઓ સાથે તેમનો સંવાદ રહ્યો છે.'


વીરૂએ કહ્યું, 'જ્યારે મે કમબેક કર્યું (ઓસ્ટ્રેલિયા સિરીઝ 2007/08), તો કેપ્ટન કુંબલે મારા રૂમમાં આવ્યો અને કહ્યું કે, તમે આગામી બે સિરીઝ સુધી ડ્રોપ નહીં થાવ. ખેલાડીને આવા પ્રકારના વિશ્વાસની જરૂર હોય છે.'

વિરાટ કોહલી વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટમાં તોડી શકે છે રિકી પોન્ટિંગનો રેકોર્ડ 
 


આ સાથે તેમણે કહ્યું કે, તે નથી સમજતો કે કુંબલે આ કામ માટે રાજી થશે કારણ કે મુખ્ય પસંદગીકારને 1 કરોડ રૂપિયા વાર્ષિક ચુકવણી કરવામાં આવે છે. તેણે કહ્યું, બીસીસીઆઈએ આ રકમ વધારવી જોઈએ. ત્યારબાદ ઘણા ખેલાડી આ કામ માટે રાજી થશે. 


તેને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તે આ જોબ કરશે તો તેણે કહ્યું કે, કુંબલેને વધુ પ્રતિબંધ પસંદ નથી. તેણે કહ્યું, 'હું કોલમ લખુ છું, ટીવી પર આવુ છે અને સિલેક્ટર બનવાનો અર્થ છે ઘણા પ્રતિબંધ. મને નથી લાગતું કે હું આટલા પ્રતિબંધોમાં કામ કરી શકું છું.'