નવી દિલ્હીઃ ઈજાનો સિલસિલો કેદાર જાધવનું પીછો છોડવાનું નામ લઈ રહ્યો નથી. ગત વર્ષે સ્નાયુ ખેંચાઈ જવાને કારણે આખી સિઝન બહાર રહેનાર આ બેટ્સમેનને હવે ખભાની ઈજા થઈ છે. જાધવની ઈજાને લઈને તે માટે પણ વધુ ચિંતા છે કારણ કે તે ભારતની વિશ્વ કપની ટીમનો મુખ્ય સભ્ય છે. જાધવ રવિવારે આઈપીએલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન સુપર કિંગ્સ માટે રમતા કિંગ્સ ઈલેવન પંજાબ વિરુદ્ધ રવિવારે રમાયેલી મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાધવ ઈજાને કારણે બહાર ચાલ્યો ગયો હતો પરંતુ આ મામલા સાથે જોડાયેલા એક વ્યક્તિએ જણાવ્યું કે તેની ઈજા વધુ ગંભીર નથી અને તે આગામી બે સપ્તાહની અંદગ ઠીક થઈ જશે. વિશ્વ કપની શરૂઆત 30 મેથી થઈ રહી છે, જ્યારે ભારતે પોતાની પ્રથમ મેચ 6 જૂનથી રમવાની છે, પરંતુ જાધવ માટે આઈપીએલની આગામી મેચ રમવાની શક્યા નથી. 


મહિલા મિની આઈપીએલ આજથી, પ્રથમ મેચમાં સુપરનોવા અને ટ્રેલબ્લેઝર્સ વચ્ચે ટક્કર 

જાધવને ઈજા પંજાબની ઈનિંગની 14મી ઓવરમાં થઈ હતી જ્યારે જાધવે જાડેજાના ઓવર થ્રોને રોકવા માટે ડાઇવ મારી હતી. ત્યારબાદ જાધવે મેદાન છોડી દીધું હતું.