અંતિમ ક્ષણોમાં સુઆરેઝ અને મેસીના ગોલની મદદથી બાર્સિલોનાનો એટલેટિકો મેડ્રિડ સામે વિજય
લુઈસ સુઆરેઝ અને લિયોનલ મેસીના 2 મિનિટની અંદર કરેલા બે ગોલના દમ પર બાર્સિલોનાએ રવિરારે અહીં લા લાગી ફુટબોલ ટૂર્નામેન્ટમાં 10 ખેલાડીઓની સાથે એટલેટિકો મૈડ્રિડને 2-0થી હરાવીને ટાઇટલ તરફ કુચ કરી દીધી છે.
બાર્સિલોનાઃ લુઈસ સુઆરેઝ અને લિયોનલ મેસીના 2 મિનિટની અંદર કરેલા બે ગોલના દમ પર બાર્સિલોનાએ રવિરારે અહીં લા લાગી ફુટબોલ ટૂર્નામેન્ટમાં 10 ખેલાડીઓની સાથે એટલેટિકો મૈડ્રિડને 2-0થી હરાવીને ટાઇટલ તરફ કુચ કરી દીધી છે. મેસી માટે લા લીગામાં આ રેકોર્ડ 335મી જીત છે, જ્યારે તેણે અને સુઆરેઝે બાર્સિલોના માટે હાલની સિઝનમાં અત્યાર સુધી 53 ગોલ કર્યાં છે.
મેચની 28મી મિનિટમાં એટલેટિકો મેડ્રિડના ખેલાડી ડિએગો કોસ્ટાને રેફરી સામે ટકરાવાને કારણે રેડ કાર્ડ દેખાડવામાં આવ્યું હતું. ટીમે પરંતુ ત્યારબાદ 10 ખેલાડીઓની સાથે રમતા બાર્સિલોનાને ટક્કર આપી હતી. જ્યારે મેચ ગોલરહિત ડ્રો તરફ આગળ વધી રહ્યો હતો ત્યારે 85મી મિનિટમાં સુઆરેઝે અને 86મી મિનિટમાં મેસીએ ગોલ કરીને બાર્સિલોનાની જીત પાક્કી કરી હતી.
આ જીતની સાથે ટેબલમાં ટોપ પર રહેલી બાર્સિલોનાએ બીજા સ્થાન પર યથાવત એટલેટિકો મેડ્રિડ પર 11 પોઈન્ટની લીડ બનાવી લીધી છે. બંન્ને ટીમોએ પરંતુ હજુ સાત મેચ રમવાનો છે અને તેવામાં એટલેટિકો માટે આ અંતરને ઓછું કરવું મુશ્કેલ હશે.