નવી દિલ્હીઃ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના બોલિંગ કોચ લક્ષ્મીપતિ બાલાજીનું માનવુ છે કે કરિયરને લઈને ઘણીવાર સવાલ ઉઠ્યા બાદ પણ પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni)ની વિશિષ્ટતા તેના 'અલગ બન્યા રહેવા'ની ક્ષમતામાં છે. ધોની 15 ઓગસ્ટે ઇન્સ્ટાગ્રામ પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાતના થોડા સમય બાદ પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર પાસે ગયો અને કેટલીક વાત કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાલાજીએ કહ્યું, 'અભ્યાસ સમાપ્ત થયા બાદ હું સામાન્ય રૂપથી ધોની સાથે અભ્યાસ અને રમવાની સ્થિતિ વિશે વધુ વાત કરુ છું. તે દિવસે મેં અભ્યાસ સમાપ્ત કર્યો અને અંદર ગયો. મને અનુભવ ન થયો કે તે પહેલા સાંજે 7.29 કલાકે પોતાની નિવૃતિની જાહેરાત કરી ચુક્યો છે.'


બાલાજીએ 'સ્ટાર સ્પોર્ટ્સ 1'ના તમિલ ક્રિકેટ કાર્યક્રમમાં કહ્યું, 'ધોની પોતાનો સંદેશ પોસ્ટ કર્યા બાદ હંમેશાની જેમ મારી પાસે આવ્યો. તેણે મને જણાવ્યું કે, તેણે મેદાનકર્મિઓને પિચ પર વધારાનું પાણી આપવાનું કહ્યું છે. મેં કહ્યું બરાબર છે. તે સમયે મને કંઇ અંદાજ નહતો.'


ખેલ રત્ન મળવાથી ગદગદ રોહિત શર્મા, યૂએઈથી પ્રશંસકો માટે શેર કર્યો વીડિયો


ધોનીની આગેવાની વાળી સીએસકેએ આગામી આઈપીએલ માટે યૂએઈ રવાના થતાં પહેલા ચેન્નઈમાં એક નાનો કેમ્પ કર્યો હતો. બાલાજીએ કહ્યુ, આ તેના જીવનની ખુબ મોટી ક્ષણ હતી. પરંતુ જે રીતે તે આગળ વધ્યો તે તમારા માટે ધોની છે.


તેણે કહ્યું, મને બાદમાં ખબર પડી કે તેણે નિવૃતીની જાહેરાત કરી દીધી છે. મને તે ક્ષણને સમજતા થોડો સમય લાગ્યો. ધોનીની વિશિષ્ટતા તેમાં છે કે તે બીજાથી ઘણો અલગ રહ્યો. સ્થિતિ ભલે ગમે તે હોય તે ક્યારેય નહીં રોકાય, તે પોતાના અંદાજમાં આગળ વધે છે. 


બાલાજીએ કહ્યું કે, આ પૂર્વ ભારતીય કેપ્ટન વિશ્વભરના કેપ્ટનો વચ્ચે નેવૃત્વની ધારણાને બદલી નાખી છે. તેણે કહ્યું, મારા પ્રમાણે વર્ષ 2000 બાદ ધોની જેવું કોઈ નથી, જેણે ન માત્ર ભારતીય ક્રિકેટ પરંતુ વિશ્વ ક્રિકેટ પર વ્યાપક પ્રભાવ પાડ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર