સચિન અને લારા વચ્ચે ફરી મુકાબલો, T-20 ટૂર્નામેન્ટમાં બંન્ને આમને-સામને
વિશ્વ ક્રિકેટના બે મોટા નામ ભારતના સચિન તેંડુલકર અને વેસ્ટ ઈન્ડિઝના બ્રાયન લારા એક સારા કામ માટે ફરી એક વખત એક-બીજા વિરુદ્ધ રમતા જોવા મળશે.
મુંબઈઃ વિશ્વ ક્રિકેટના બે મોટા નામ ભારતના સચિન તેંડુલકર અને વેસ્ટ ઈન્ડિઝના બ્રાયન લારા એક સારા કામ માટે ફરી એક વખત એક-બીજા વિરુદ્ધ રમતા જોવા મળશે. આ બંન્ને ચેમ્પિયન ખેલાડી ટી-20 ટૂર્નામેન્ટ 'અનએકેડમી સડક સુરક્ષા વિશ્વ સિરીઝ'ની પ્રથમ મેચમાં આમને-સામને હશે. 7 માર્ચે વાનખેડે સ્ટેડિયમમાં ઈન્ડિયા લેજન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ લેજન્ડ ટીમોનો મુકાબલો થશે.
ગુરૂવારે જારી સિરીઝના કાર્યક્રમ અનુસાર ટૂર્નામેન્ટમાં કુલ 11 મેચ રમાશે. મેચ સાંજે 7 કલાકે શરૂ થશે. આ સિરીઝમાં ભારત, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકાના કેટલાક મોટા ખેલાડી ભાગ લેશે. જેમાં તેંડુલકર, વીરેન્દ્ર સહેવાગ, યુવરાજ સિંહ, ઝહીર ખાન, બ્રાયન લારા, શિવનારાયણ ચંદ્રપોલ, બ્રેટ લી, બ્રો હોઝ, જોન્ટી રોડ્સ, મુથૈયા મુરલીધરન, તિલકરત્ને દિલશાન અને અજન્તા મેન્ડિસ સામેલ છે.
આયોજકો અનુસાર આ સિરીઝનો હેતુ રોડ અકસ્માત વિશે જાગરૂકતા ફેલાવવાનો છે. આ સિરીઝની બે મેચ વાનખેડે સ્ટેડિયમ, ચાર મેચ પુણેમાં, ચાર મેચ નવી મુંબઈના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ અને ફાઇનલ 22 માર્ચે અહીં બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે.
વિશ્વ વિજેતા કેપ્ટન માઇકલ ક્લાર્કના થયા છૂટાછેડા, પત્નીને ચુકવશે અધધ આટલા રૂપિયા
પુણેમાં ભારતીય ટીમની બે મેચ રમાશે. તેમાંથી એક મેચ 14 માર્ચે આફ્રિકા લેજન્ડ્સ અને બીજી મેચ 20 માર્ચે ઓસ્ટ્રેલિયા લેજન્ડ્સ વિરુદ્ધ હશે. વાનખેડે અને ડીવાઇ પાટિલ સ્ટેડિયમમાં યજમાન ટીમ એક-એક મેચ રમશે. ઈન્ડિયા લેજન્ડ્સની આગેવાની સચિન કરશે. પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કર આ સિરીઝના કમિશનર છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube