કોલંબોઃ શ્રીલંકાના કેપ્ટન અને અનુભવી ફાસ્ટ બોલર લસિથ મંલિગાએ (lasith malinga) આગામી વર્ષે ટી20 વિશ્વકપ (T20 World cup) બાદ ક્રિકેટને અલવિદા કહેવાનો નિર્ણય પરત લઈ લીધો છે. તેણે કહ્યું કે, તે વધુ બે વર્ષ રમી શકે છે. મલિંગાએ માર્ચમાં કહ્યું હતું કે, તે ઓસ્ટ્રેલિયામાં આગામી વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં રમાનારા ટી20 વિશ્વકપ બાદ નિવૃતી લેવા ઈચ્છે છે. આ ફોર્મેટમાં શ્રીલંકાના કેપ્ટન 36 વર્ષીય મલિંગાએ (lasith malinga) હવે કહ્યું કે, તે હજુ આગળ રમી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેણે ક્રિકઇન્ફો વેબસાઇટને કહ્યું, 'ટી20મા ચાર ઓવર જ કરવાની છે અને મને લાગે છે કે હું તેમાં રમી શકુ છું. કેપ્ટન તરીકે મેં વિશ્વભરમાં આટલી ટી20 મેચ રમી છે મને લાગે છે કે વધુ બે વર્ષ રમી શકુ છું.' તેણે કહ્યું કે, તે શ્રીલંકા ક્રિકેટની જાહેરાતની રાહ જોઈ રહ્યો છે કે તે ટી20 વિશ્વકપમાં કેપ્ટન હશે કે નહીં. 


મલિંગાએ કહ્યું, 'શ્રીલંકા ક્રિકેટે કહ્યું કે, વિશ્વકપમાં હું કેપ્ટન રહીશ પરંતુ શ્રીલંકામાં ગમે તે થઈ શકે છે.' ટી20 ક્રિકેટમાં 100 વિકેટ ઝડપનાર એકમાત્ર બોલર મલિંગાએ કહ્યું કે, ખરાબ સમયમાથી પસાર થઈ રહેલી શ્રીલંકાની ટીમને સ્થિર કેપ્ટનની જરૂર છે. 


11 વર્ષના ક્રિકેટ કેરિયરમાં 650 છોકરીઓ સાથે બનાવ્યો સંબંધ, આત્મકથામાં કર્યો ખુલાસો


તેણે કહ્યું, 'શ્રીલંકાની પાસે સારા બોલર નથી અને ટીમ સતત સારૂ રમી રહી નથી. અમને એક દોઢ વર્ષ લાગશે અને ત્યાં સુધી સંયમ રાખવો પડશે.' 36 વર્ષીય મલિંગાએ કહ્યું કે, તે સતત રમીને પોતાના તરફથી યોગદાન આપી શકે છે. તેણે કહ્યું, 'મને લાગે છે કે હું યુવાઓને કંઇક આપી શકુ છું તો મારે રમવું પડશે. હું ન રમુ તો તે ન કરી શકુ.'


લેટેસ્ટ ન્યૂઝ જાણો,  જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube