Shah Rukh Khan Admitted To Ahmedabad Hospital : આઈપીએલની મેચ દરમિયાન અમદાવાદમાં આવેલ બોલિવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાનની અચાનક તબિયત લથડી હતી. જેને કારણે તેમને અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગરમી લૂ લાગવાથી સુપરસ્ટારની તબિયત બગડી હતી અને તે ડિહાઇડ્રેશનનો શિકાર બન્યો હતો. ત્યારે પત્ની ગૌરી ખાન તાત્કાલિક અમદાવાદ દોડી આવી હતી. તો કિંગખાનને મળવા જુહી ચાવડા પણ કેડી હોસ્પિટલ પહોંચી હતી. ત્યારે હાલ શાહરૂખ ખાનની તબિયત અંગે લેટેસ્ટ અપડેટ આવ્યા છે. 
 
કિંગખાનના લેટેસ્ટ હેલ્થ અપડેટ
લેટેસ્ટ અપડેટ અનુસાર, શાહરુખ ખાનને હિટસ્ટ્રોક અને નીમોનિયાની અસરના કારણે કે.ડી.હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. હાલ શાહરુખ ખાનના તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા છે. શાહરુખ ખાનને શુક્રવારની સવારે હોસ્પિટલમાંથી રજા આપશે. હાલ તેને આખી રાત હોસ્પિટલમાં ડોક્ટરના ઓબ્ઝર્વેશનમાં રખાશે. જોકે, પરિવાર કહેશે તો મોડી રાત્રે રજા આપી દેવામાં અપાશે. હાલ હોસ્પિટલમાં શાહરુખખાનની સાથે ગૌરીખાન અને સુહાના હોસ્પિટલમાં હાજર છે. હાલ શાહરુખની તબિયત સ્થિર હોવાનું સૂત્રોના હવાલાથી જાણવા મળ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાર્ટ એટેકથી મોતના લાઈવ દ્રશ્યો : મોરબીમાં ધૂણતા ધૂણતા ભુવાજીનું મોત, ડરામણો માહોલ


લાડકોડથી સાસરી લાવેલી વહુએ તેવર બતાવ્યા , દિયર અને સસરાને ભોજનમાં ઝેર પીવડાવ્યું