ICC Rankings: જાડેજા બન્યો વિશ્વનો નંબર-1 ઓલરાઉન્ડર, રિષભ પંતને પણ થયો ફાયદો
ICC Latest Test Ranking: ભારતીય ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ શ્રીલંકા વિરુદ્ધ મોહાલી ટેસ્ટમાં બોલ અને બેટથી કમાલ કર્યો હતો. તેણે બેટિંગમાં 175 રન બનાવ્યા હતા તો બોલિંગમાં 9 વિકેટ ઝડપી હતી. હવે તેને આઈસીસી રેન્કિંગમાં ફાયદો થયો છે.
દુબઈઃ ભારતીય ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ શ્રીલંકા વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ મેચમાં બોલ અને બેટથી કમાલ કર્યો હતો. તેણે પહેલાં બેટિંગ કરતા અણનમ 175 રન બનાવ્યા હતા. ત્યારબાદ બોલિંગમાં પ્રથમ ઈનિંગમાં પાંચ અને બીજી ઈનિંગમાં ચાર વિકેટ ઝડપી હતી. આ પ્રદર્શનનો ફાયદો તેને આઈસીસી રેન્કિંગમાં મળ્યો છે. તે ટેસ્ટ ક્રિકેટમાં વિશ્વનો નંબર-1 ઓલરાઉન્ડર બની ગયો છે. આઈસીસીના નવા રેન્કિંગમાં તેના 406 રેટિંગ પોઈન્ટ છે. 382 પોઈન્ટની સાથે જેસન હોલ્ડર બીજા અને 347 પોઈન્ટ સાથે આર અશ્વિન ત્રીજા સ્થાને છે.
બેટિંગ રેન્કિંગમાં વિરાટ કોહલી અને રિષભ પંતને ફાયદો થયો છે. મોહાલીમાં 96 રનની ઈનિંગ રમનાર પંતની ટોપ-10માં એન્ટ્રી થઈ છે. 723 રેટિંગ પોઈન્ટ સાથે પંત 10માં સ્થાને છે. તો કેપ્ટન રોહિત શર્માને પાછળ છોડીને વિરાટ કોહલી ટેસ્ટમાં ભારતનો નંબર એક બેટર બની ગયો છે. 763 રેટિંગ પોઈન્ટ સાથે વિરાટ કોહલી અને 761 રેટિંગ પોઈન્ટ સાથે રોહિત છઠ્ઠા સ્થાને છે. સિરીઝ શરૂ થતાં પહેલા વિરાટ 7માં ક્રમે હતો.
બદલાઈ ગયો ક્રિકેટનો નિયમ! ફિલ્ડરની એક ભૂલ હવે આખી ટીમને પડશે ભારે, લાગશે 5 રનની પેનલ્ટી
રવિન્દ્ર જાડેજાને બોલિંગ રેન્કિંગમાં પણ ત્રણ સ્થાનનો ફાયદો થયો છે. તે 17માં સ્થાને પહોંચી ગયો છે. ટોપ-10માં કોઈ નવા નામની એન્ટ્રી થઈ નથી. ઓસ્ટ્રેલિયાનો પેટ કમિન્સ પ્રથમ સ્થાને છે. ભારતીય ઓફ સ્પિનર આર અશ્વિન બીજા સ્થાને છે. ભારતીય વાઇસ કેપ્ટન જસપ્રીત બુમરાહ 10માં સ્થાને છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube