ICC Test Rankings: ખરાબ બેટિંગને કારણે વિરાટને થયું નુકસાન, ટેસ્ટમાં નંબર-1નો તાજ છીનવાયો
બુધવારે જારી થયેલા આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં સ્ટીવ સ્મિથ નંબર-1 બેટ્સમેન બની ગયો છે. તો ખરાબ બેટિંગને કારણે ટેસ્ટ નિષ્ણાંત ચેતેશ્વર પૂજારા 7માંથી 9માં સ્થાને પહોંચી ગયો છે.
નવી દિલ્હીઃ Latest ICC Test Rankings: ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ મેચમાં ફ્લોપ થનારી ભારતીય ટીમના ખેલાડીઓએ આઈસીસીના તાજા ટેસ્ટ રેન્કિંગમાં તેનું નુકસાન ઉઠાવવું પડ્યું છે. ખુદ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટેસ્ટમાં પોતાનો નંબર-1નો તાજ ગુમાવી દીધો છે. વિરાટ કોહલી આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં એક સ્થાનના નુકસાન સાથે બીજા સ્થાને આવી ગયો, જ્યારે ચેતેશ્વર પૂજારાએ પણ ટેસ્ટ રેન્કિંગમા બે સ્થાનનું નુકસાન ઉઠાવવું પડ્યું છે.
બુધવારે જારી થયેલા આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં સ્ટીવ સ્મિથ નંબર-1 બેટ્સમેન બની ગયો છે. તો ખરાબ બેટિંગને કારણે ટેસ્ટ નિષ્ણાંત ચેતેશ્વર પૂજારા 7માંથી 9માં સ્થાને પહોંચી ગયો છે. મયંક અગ્રવાલ અને અંજ્કિય રહાણેએ પોત-પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે, કારણ કે આ બંન્નેએ પ્રથમ ટેસ્ટમાં થોડા-થોડા રન બનાવ્યા હતા. બીજીતરફ કીવી ટીમના કેપ્ટન કેન વિલિયમ્સનને પણ આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ફાયદો થયો છે.
વેલિંગ્ટન ટેસ્ટમાં કેન વિલિયમ્સન સદી ચુકી ગયો હતો, પરંતુ તેને 89 રનની ઈનિંગની મદદથી આઈસીસી રેન્કિંગમાં ફાયદો થયો છે. કેન વિલિયમ્સન ચોથાથી ત્રીજા સ્થાને પહોંચી ગયો છે, જ્યારે માર્નસ લાબુશાને એક સ્થાનના નુકસાન સાથે ચોથા સ્થાને આવી ગયો છે. ટોપ-10માં વિરાટ કોહલી સિવાય ભારતનો અંજ્કિય રહાણે 8માં નંબર પર ચેતેશ્વર પૂજારા 9માં અને મયંક અગ્રવાલ 10માં સ્થાને છે.
Womens T20 World Cup: હેદર નાઇટે 66 બોલમાં ફટકારી સદી, ઈંગ્લેન્ડે થાઈલેન્ડને 98 રને હરાવ્યું
Latest ICC Test Rankings
1) સ્ટીવ સ્મિથ (911 રેટિંગ સ્કોર)
2) વિરાટ કોહલી (906 રેટિંગ પોઇન્ટ)
3) કેન વિલિયમ્સન (853 રેટિંગ પોઇન્ટ)
4) માર્નસ લાબુશાને (827 રેટિંગ પોઇન્ટ)
5) બાબર આઝમ (800 રેટિંગ પોઇન્ટ)
)) ડેવિડ વોર્નર (33 79 રેટિંગ પોઇન્ટ)
7) જો રુટ (764 રેટિંગ પોઇન્ટ)
8) અજિંક્ય રહાણે (760 રેટિંગ પોઇન્ટ)
9) ચેતેશ્વર પૂજારા (757 રેટિંગ પોઇન્ટ)
10) મયંક અગ્રવાલ (727 રેટિંગ પોઇન્ટ)
બોલરો પણ ટોપ-10માંથી બહાર
ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ મેચમાં ખરાબ પ્રદર્શન કરનારી ભારતીય ટીમના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી આઈસીસીની ટેસ્ટ રેન્કિંગમાં ટોપ-10માંથી બહાર થઈ ગયા છે, જ્યારે ભારત વિરુદ્ધ 9 વિકેટ ઝડપનાર ટિમ સાઉદી 15માં સ્થાનથી છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે.
Latest ICC Test Ranking (Bowling)
1) પેટ કમિન્સ (904 રેટિંગ પોઇન્ટ)
2) નીલ વેગનર (843 રેટિંગ પોઇન્ટ)
3) જેન ધારક (830 રેટિંગ પોઇન્ટ)
4) કાગિસો રબાડા (802 રેટિંગ પોઇન્ટ)
5) મિશેલ સ્ટાર્ક (796 રેટિંગ પોઇન્ટ)
)) ટિમ સાઉથી (4 794 રેટિંગ પોઇન્ટ)
)) જેમ્સ એન્ડરસન (757575 રેટિંગ પોઇન્ટ)
8) જોશ હેઝલવુડ (769 રેટિંગ પોઇન્ટ)
9) આર અશ્વિન (765 રેટિંગ પોઇન્ટ)
10) કેમર રોચ (763 રેટિંગ પોઇન્ટ)
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube