નવી દિલ્હી: ટીમ ઇન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર લક્ષ્મીપતિ બાલાજી ગુરૂવારે આજે 36મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. ક્રિકેટ ઉપરાંત પોતાની સ્માઇલથી પણ બધાના દિલ જીતનારા બાલાજીનો જન્મ 27 સપ્ટેમ્બર 1981માં તમિલનાડુના મદ્રાસમાં થયો હતો. લક્ષ્મીપતિ બાલાજી ટીમ ઇન્ડિયાનો સૌથી અનરેટેડ બોલરમાંથી એક હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પર્દાપણ કર્યા બાદ બાલાજીએ ઘણી વાર પોતાના ખરાબ સ્વાસ્થ્યના કારણે ટીમથી બહાર બેસવું પડતું હતું. બાલાજી આ વર્ષે આઇપીએલમાં ચેન્નાઇ સુપર કિંગ્સના બોલર કોચના રૂપમાં તેણે કામ કર્યું હતુ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

36 વર્ષીય બોલરે ભારત માટે 8 ટેસ્ટ અને 30 વન્ડે રમ્યો છે. પરંતુ તેને યાદ કરવામાં આવે છે જ્યારે પાકિસ્તાનની સામે શોઅબ અખ્તરના પહેલા બોલ પર સીક્સ મારી હતી. 2004માં પાકિસ્તાન સામે મેચ રમી રહેલા બાલાજીએ શોએબ અખ્તરનો પહેલો બોલ ફેસ કર્યો અને તેના પર સીક્સ મારી હતી. પરંતુ આશ્ચર્યજનક રૂપથી બીજા બોલ પર તેનું બેટ તૂટી ગયું હતું. આ પાકિસ્તાનનો સમય હતો, જ્યારે બાલાજીએ પોતાની ઓળખ એક ફાસ્ટ બોલરના રૂપમાં બનાવી હતી.


પાકિસ્તાન ટૂર દરમિયાન વન ડે સીરીઝની પાંચમી મેચ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં 24 માર્ચે રમાઇ રહી હતી. આ મેચમાં બાલાજીએ શોએબ અખ્તરની બોલ પર સીક્સ મારી હતી. જ્યારે તે હુક કરી રહ્યો હતો ત્યારે તેનું બેટ તૂટી ગયું હતું. ત્યારબાદ તે પોતાની ફેમસ સ્માઇલની સાથે બેટ અને બોલને જાઇ રહ્યો હતો, જ્યારે સ્ટેડિયમમાં બાલાજી-બાલાજીનો અવાજ સંભળાઇ રહ્યો હતો.


આઇપીએલમાં પ્રથમ હેટ્રિક લીધી હતી બાલાજીએ
બાલાજીએ આઇપીએલના પ્રથમ સીઝનમાં હેટ્રિક લઇને બધાને ચોંકાવી દીધા હતા. 10 મે 2008માં તેણે ચેન્નાઇ સુપર કિંગ્સની તરફથી રમતા કિંગ્સ ઇલેવન પંજાબની સામે આ ઉપલબ્ધિ હાંસલ કરી હતી. તે મેચમાં તેણે ઇરફાન પઠાન, પીયૂષ ચાવલા અને બીઆરવી સિંહને સતત બોલો પર આઉટ કર્યા હતા.


આ રાઝ હતું તની સ્માઇલનું
બાલાજીની ફેમસ સ્માઇલ પાછળ એક વાર્તા છે. તેનું જડબું થોડુ મોટું હતું તેના કારણે તે હમેશા હસ્તો-મુસ્કુરાતો જોવા મળતો હતો. બાદમાં તેણે પોતાના આ જડબાનું ઓપરેશન કરાવ્યું હતું. ત્યારબાદ તેનો ચહેરો તો સારો થઇ ગયો, પરંતુ કહેવાય છે કે તેની સ્માઇલ તેના માટે લકી હતી જેના જવાના કારણે તેનું કરિયર પૂરૂ થઇ ગયું.


આવું રહ્યું બાલાજીનું ક્રિકેટ કરિયર
બાલાજીએ પોતાના ટેસ્ટ કરિયરમાં 8 મેચ રમ્યો જેમાં તેણે 27 વિકેટ લઇને 1004 રન બનાવ્યા હતા. જેમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 5/76 રહ્યું હતું. ત્યારે વન ડેમાં 30 મેર રમ્યો જેમાં 34 વિકેટ લઇ 1244 રન બનાવ્યા હતા જેમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 4/48 રહ્યું હતું અને 5 ટી20 મેચમાં બાલાજીએ 10 વિકેટ લઇ 121 રન માર્યા હતા અને જામાં તેનું શ્રષ્ઠ પ્રદર્શન 3/19 રહ્યું હતું.