આગામી વર્ષે ટેનિસને અલવિદા કહેશે લિએન્ડર પેસ, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
લિએન્ડર પેસનું નામ ભારતીય ટેનિસના ઈતિહાસમાં સૂવર્ણ અક્ષરે નોંધાયેલું છે, જેણે કરિયરમાં 18 ગ્રાન્ડસ્લેમ ડબલ્સ સહિત ઘણા ટાઇટલ જીત્યા છે. પરંતુ તે છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મમાં છે.
નવી દિલ્હીઃ ભારતના મહાન ટેનિસ ખેલાડી લિએન્ડર પેસે બુધવારે જાહેરાત કરી કે તે વર્ષ 2020મા રમતને અલવિદા કહી દેશે અને પ્રોફેશનલ્સ સર્કિટ પર આ તેનું અંતિમ સત્ર હશે. પોતાના સૂવર્ણ કરિયરમાં 18 ગ્રાન્ડસ્લેમ ડબલ્સ સહિત ઘણા ટાઇટલ જીતી ચુકેલ પેસ છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મનો સામનો કરી રહ્યો છે. ડેવિસ કપના ઈતિહાસમાં સૌથી સફળ ડબલ્સ મેચ જીતી ચુકેલ પેસ 19 વર્ષમાં પ્રથમવાર ટોપ-100માથી બહાર થઈ ગયો છે.
પેસે ટ્વીટર પર લખ્યું, 'હું જાહેરાત કરવા ઈચ્છું છું કે 2020 પ્રોફેશનલ્સ ટેનિસ ખેલાડી તરીકે મારૂ અંતિમ વર્ષ હશે.' તેણે આગળ લખ્યું, 'હું 2020 ટેનિસ કેલેન્ડરની રાહ જોઈ રહ્યો છું જેમાં હું કેટલિક ટૂર્નામેન્ટ રમીશ, ટીમની સાથે યાત્રા કરીશ અને વિશ્વભરમાં મારા મિત્રો અને પ્રશંસકો સાથે જશ્ન મનાવીશ.'
તેમણે કહ્યું, 'તમારા બધાના કારણે હું અહીં સુધી પહોંચ્યો છું. હું આ વર્ષે તમારા બધાનો આભાર વ્યક્ત કરવા ઈચ્છુ છું.' તેમણે પોતાના માતા પિતા ડોક્ટર વેસ પેસ, બંન્ને બહેનો અને પુત્રીનો પણ આભાર માન્યો છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube