કોલકત્તાઃ ઋષિ કપૂરના નિધનથી બોલીવુડને ઝટકો લાગ્યો હતો તો ગુરૂવારના દિવસે રમતની દુનિયા માટે પણ દુખદ સમાચાર આવ્યા હતા. ક્રિકેટના માહિર અને મહાન ફુટબોલર ચુન્ની ગોસ્વામી (Chuni Goswami)  હાર્ટ એટેકને કારણે કોલકત્તામાં નિધન થયું છે. તેઓ 82 વર્ષના હતા. તેમણે હોસ્પિટલમાં અંતિમ શ્વાલ લીધા હતા. તેમના પરિવારમાં પત્ની અને પુત્ર સુદિપ્તો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગોસ્વામી તેવા કેટલાક ખેલાડીઓમાં સામેલ હતા, જેમણે પોતાના રાજ્ય માટે ફુટબોલ અને ક્રિકેટ બંન્નેમાં પ્રતિનિધિત્વ કર્યું હતું. ગોસ્વામી 1962 એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી ભારતીય ટીમના કેપ્ટન હતા. બંગાળ માટે પ્રથમ શ્રેણી ક્રિકેટમાં પણ રમ્યા હતા. તેમની બંન્ને રમતો પર મજબૂત પકડ હતી. પરિવારે કહ્યું, તેમને હાર્ટ એટેક આવ્યો અને હોસ્પિટલમાં આશરે 5 કલાકે તેમનું નિધન થયું હતું. 


તેઓ ડાયાબિટીસ, પ્રોસ્ટેટ અને નર્વસ સિસ્ટમ સંબંધિત બીમારીઓનો સામનો કરી રહ્યાં હતા. તેમણે દરરોજ ઇંસુલિન લેવાનું હતું અને લૉકડાઉનને કારણે તેમના મેડિકલ સુપરવાઇઝર પણ નિયમિત રૂપથી આવી શકતા નહતા જેથી તેમના પત્ની બસંતી તેમને દવા આપતા હતા. અવિભાજીત બંગાળના કિશોરગંજ જિલ્લા (હાલનું બાંગ્લાદેશ)માં જન્મેલા ગોસ્વામીનું સાચુ નામ સુબીમલ હતું પરંતુ તેમને નિકનેમથી ઓળખવામાં આવતા હતા.


રોમ ઓલિમ્પિકમાં લીધો હતો ભાગ
તેમણે ભારત માટે 1956થી 1964 વચ્ચે 50 આંતરરાષ્ટ્રીય મેચ (જેમાંથી 36 સત્તાવાર હતી) રમી જેમાં રોમ ઓલિમ્પિક સામેલ હતું. તેમણે પોતાના કરિયરમાં 13 ગોલ કર્યાં હતા. ભારતીય ફુટબોલ ટીમના કેપ્ટનના રૂપમાં તેમણે દેશને 1962માં એશિયન ગેમ્સમાં ગોલ્ડ અને ઇસ્ત્રાઇલમાં 1964માં સિલ્વર મેડલ અપાવ્યો હતો. આ અત્યાર સુધીનું ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. ગોસ્વામી બંગાળ માટે પ્રથમ શ્રેણી ક્રિકેટ પણ રમ્યા હતા. ક્રિકેટર તરીકે તેમણે 1962થી 1973 વચ્ચે 46 પ્રથમ શ્રેણી મેચોમાં બંગાળનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 


અનેક એવોર્ડથી થયા સન્માનિત
ગોસ્મામી, પીકે બેનર્જી અને તુલસીદાસ બલરામ ભારતીય ફુટબોલના સ્વર્ણિમ સમયના શાનદાર ફોરવર્ડ પંક્તિનો ભાગ હતા જ્યારે ભારતીય એશિયામાં ફુટબોલની મહાશક્તિ હતું. ગોસ્વામીએ 1962માં એશિયાના સર્વશ્રેષ્ઠ સ્ટ્રાઇકરનો એવોર્ડ જીત્યો હતો. તેમનું 1963માં અર્જુન એવોર્ડ અને 1983માં પદ્મશ્રીથી સન્માન કરવામાં આવ્યું હતું. ભારતીય પોસ્ટ વિભાગે જાન્યુઆરીમાં તેમના 82માં જન્મદિવસ પર ભારતીય ફુટબોલમાં તેમના યોગદાન માટે વિશેષ ડાક ટિકિટ જારી કરી હતી. 


આવું રહ્યું કરિયર
ગોસ્વામી કરિયરમાં એક ક્લબ મોહન બાગાન માટે રમ્યા જ્યંથી 1968માં રિટાયર થયા હતા. તેઓ પાંચ સત્રમાં ટીમના કેપ્ટન રહ્યાં અને 2005માં મોહન બાગાન રત્ન બન્યા. તો 1966માં તેમણે મધ્યમ ગતિની બોલિંગથી 8 વિકેટ ઝડપી જેથી સંયુક્ત મધ્ય અને પૂર્વી ક્ષેત્રની ટીમે ગેરી સોબર્સની વેસ્ટઈન્ડિઝ ટીમને ઈનિંગથી પરાજય આપ્યો હતો. તેમણે 1971/72 રણજી ટ્રોફી ફાઇનલમાં બંગાળની આગેવાની કરી હતી, પરંતુ ટીમ બ્રેબોર્ન સ્ટેડિયમમાં બોમ્બે સામે હારી ગઈ હતી. ગોસ્વામી 1970ના દાયકામાં ભારતીય ફુટબોલના પસંદગીકાર પણ હતા અને 1996માં જ્યારે રાષ્ટ્રીય ફુટબોલ લીગ શરૂ થઈ તો તેઓ સલાહકાર સમિતિના સભ્ય હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર