વેલેંસિયા (સ્પેન): લિયોનેલ મેસીની શાનદાર હેટ્રિકની  મદદથી એફસી બાર્સિલોનાએ સ્પેનિશ લીગ લા  લીગાના 16મા રાઉન્ડના મુકાબલામાં અહીં લેવાંતેને 5-0થી પરાજય આપ્યો હતો. બાર્સિલોનાના કોચ  એર્નેસ્તો વલ્વેર્દેએ રવિવારે રાત્રે રમાયેલી આ મેચ માટે 3-5-2 ફોર્મેશનનો ઉપયોગ કર્યો હતો. સેમેડો  ઘુંટણની ઈજાને કારણે આ મેચ રમી શક્યો નહતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આર્જેન્ટીનાનો લિયોનેસ મેસી 2018મા 50 ગોલ કરનાર પ્રથમ ફુટબોલર પણ બની ગયો છે. તેમાં  આંતરરાષ્ટ્રીય અને ક્લબ મેચોના ગોલ સામેલ છે. મેસીએ બાર્સિલોના માટે સૌથી વધુ મેચ જીતનાર જાવી  હર્નાડેઝનો રેકોર્ડ પણ તોડી દીધો છે. બાર્સિલોનાએ જાવીની હાજરીમાં 322 મેચ જીત્યા હતા. પરંતુ મેસીએ  પોતાની હાજરીમાં 323 મેચમાં જીત અપાવી છે. 


લેવાંતેએ મેચમાં સારી શરૂઆત કરી અને પ્રથમ હાફમાં ગોલ કરવાની ઘણી તક પણ ગુમાવી હતી. પરંતુ  યજમાન ટીમ લીડ બનાવવામાં અસફળ રહી. બીજી તરફ બાર્સિલોનાએ પ્રથમ હાફમાં બે ગોલ કર્યા હતા.  પ્રથમ ગોલ 35મી મિનિટમાં ઉરૂગ્વેના સ્ટ્રાઇકર લુઈસ સુઆરેઝે કર્યો. તેની આઠ મિનિટ બાદ જ લિયોનેલ  મેસીએ મેચમાં પોતાનો પ્રથમ ગોલ કર્યો અને પ્રવાસી ટીમને 2-0ની લીડ અપાવી હતી. 



નસીરૂદ્દીન શાહે વિરાટને ગણાવ્યો વિશ્વનો સૌથી ખરાબ વ્યવહાર કરનારો ખેલાડી


બીજા હાફની શરૂઆત બાર્સિલોના માટે શાનદાર રહી હતી. 47મી મિનિટમાં લિયોનેલ મેસીએ મેચનો સ્કોર 3 -0 કરી લીધો હતો. આર્જેન્ટીનાના સ્ટાર ફુટબોલર મેસીએ 60મી મિનિટે વધુ એક ગોલ કરીને તેની હેટ્રિક પૂરી  કરી હતી. બાર્સિલોના માટે મેચનો છેલ્લો ગોલ સ્પેનિશ ડિફેન્ડર ગેરાર્ડ પીકેએ 88મી મિનિટે કર્યો હતો. 


બાર્સિલોનાની લા લિગામાં આ 16 મેચમાં 10મી જીત છે. તે 10 જીત અને ચાર ડ્રો રમીને પોઈન્ટ ટેબલમાં  પ્રથમ સ્થાને છે. તેના સૌથી વધુ 34 પોઈન્ટ છે. સેવિલા અને એટલેટિકો મૈડ્રિડના 31-31 પોઈન્ટ છે. પરંતુ  વધુ મેચ જીતવાને કારણે સેવિલા બીજા સ્થાને છે. રિયલ મેડ્રિડ 16 મેચમાં નવ જીત અને 29 પોઈન્ટ સાથે  ચોથા સ્થાન પર છે. રિયલ બેતિસ 16 મેચમાં સાત જીત અને 25 પોઈન્ટની સાથે પાંચમાં સ્થાને છે. 


લિયોનેલ મેસ લા લિગાની હાલની સિઝનમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી પણ બની ગયો છે. તેણે આ  સિઝનમાં 14 ગોલ કર્યા છે. તેની ટીમના લુઈસ સુઆરેજ અને ગિરોનાના ક્રિસ્ટિયન સ્ટુઆની 11-11 ગોલ  સાથે બીજા સ્થાને છે. સુઆરેજ અને સ્ટુઆની બંન્ને ઉરુગ્વેના ફુટબોલર છે.