નવી દિલ્હીઃ Lisa Sthalekar, B'day Spl: એક કહેવત છે કે કોઈને સમયથી પહેલા અને ભાગ્યથી વધુ કંઈ મળતું નથી અને તે પણ સત્ય છે કે નિયતિમાં જે લખાયું છે, તે થઈને રહે છે. આ બંને વાતો ભારતીય મૂળની પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન અને દિગ્ગજ મહિલા ક્રિકેટર લિસા સ્થાલેકરની જિંદગી પર સંપૂર્ણ રીતે લાગૂ થાય છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલના હોલ ઓફ ફેમમાં સામેલ લિસા આજે પોતાનો 43મો જન્મદિવસ મનાવી રહી છે. આજે અમે તમને લિસાના જીવનની તે કહાની વિશે જણાવી રહ્યાં છીએ, જે તમે ભાગ્યે જ જાણતા હશો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અનાથાલયમાં છોડી ગયા હતા માતા-પિતા
લિસા મૂળ રૂપથી ભારતીય છે, પરંતુ તેના અસલી માતા-પિતા કોણ છે તે કોઈ જાણતું નથી. કારણ કે લિસાના જન્મ બાદ તેના માતા-પિતા તેને મહારાષ્ટ્રના પુણે શહેરમાં સ્થિત 'શ્રીવત્સ અનાથાલય'માં છોડી ગયા હતા. લિસાનો જન્મ 13 ઓગસ્ટ 1979ના શહેરના એક અજાણ્યા ખુણામાં થયો હતો, પરંતુ તેના માતા-પિતા તેને અનાથાશ્રમમાં છોડી ગયા અહીં તેનું નામ લૈલા રાખવામાં આવ્યું. પરંતુ ભાગ્યમાં કંઈક અલગ હતું અને લૈલાના જીવનમાં મોટું પરિવર્તન આવવાનું હતું. 


અમેરિકી દંપત્તિએ દત્તક લીધી
આ દિવસોમાં ડો. હરેન અને સૂ નામનું અમેરિકી કપલ ભારતમાં ફરવા આવ્યું હતું. તેના પરિવારમાં પહેલાથી એક દીકરી હતી, ભારત આવ્યા બાદ તેનો ઈરાદો છોકરાને દત્તક લેવાનો હતો. તે એક સુંદર યુવકની શોધમાં આ આશ્રમમાં ગયા. પરંતુ તેને અહીં કોઈ છોકરો ન મળ્યો, પરંતુ સૂની નજર લૈલા પર પડી અને દીકરીની ચમકીલી ભૂરી આંખો અને માસૂમ ચહેરાને જોઈને તેની સાથે પ્રેમ થઈ ગયો. કાયદાકીય કાર્યવાહી બાદ લૈલાને દત્તક લેવામાં આવી અને તે અમેરિકા પહોંચી ગઈ. ત્યાંથી સૂએ લૈલાનું નામ બદલીને લિઝ કરી દીધું. થોડા વર્ષો બાદ આ અમેરિકી પરિવાર ઓસ્ટ્રેલિયાના સિડનીમાં આવી ગયો. 


આ પણ વાંચોઃ કઈ ટીમ જીતશે એશિયા કપ? ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે કરી ભવિષ્યવાણી


પિતાએ ભણાવ્યા ક્રિકેટના પાઠ
પિતા હરેને પુત્રીને ક્રિકેટ રમતા શીખળાવ્યું, ત્યારબાદ ઘરના પાર્કશી શરૂ થઈને શેરીના યુવકો સાથે રમવાની આ સફર શરૂ થઈ. લિસાનું ક્રિકેટ પ્રત્યે જુસ્સો અપાર હતો, પરંતુ તેણે પોતાનો અભ્યાસ પણ સાથે પૂરો કર્યો. લિસાએ 22 વર્ષની ઉંમરમાં 2001મા ઓસ્ટ્રેલિયા માટે વનડે ક્રિકેટમાં પર્દાપણ કર્યું. ત્યારાદ તેણે 2003મા ટેસ્ટ અને પછી 2005મા ટી20 ક્રિકેટમાં પર્દાપણ કર્યું હતું. 


1000 રન અને 100 વિકેટ ઝડપનાર પ્રથમ મહિલા ક્રિકેટર બની
લિસા એક ઓલરાઉન્ડર હતી અને તેણે બેટની સાથે બોલથી પણ કમાલ કર્યો. તે 1000 રન અને 100 વિકેટ ઝડપનાર પ્રથમ મહિલા ક્રિકેટર બની હતી. જ્યારે આઈસીસીની રેન્કિંગ સિસ્ટમ શરૂ થઈ તો તે દુનિયાની નંબર એક ઓલરાઉન્ડર હતી. 


આ પણ વાંચોઃ IND vs ZIM: ટીમમાં વાપસી થતા આ ખેલાડી બની ગયો કેપ્ટન, શિખર ધવનને હટાવી દેવાયો


12 વર્ષ રહ્યું ક્રિકેટ કરિયર
લિસાએ પોતાના 12 વર્ષના ક્રિકેટ કરિયરમાં 187 આંતરરાષ્ટ્રીય મેચ રમી અને આ દરમિયાન ત્રણેય ફોર્મેટમાં કુલ 3913 રન બનાવ્યા હતા. આ સાથે તેણે 229 વિકેટ પણ ઝડપી હતી. લિસાના કરિયરને આંકડામાં સમજો તો તેણે આઠ ટેસ્ટ મેચમાં 1 સદી અને બે અડધી સદીની મદદથી 416 રન બનાવ્યા. તેણે 125 વનડેમાં 2 સદી અને 16 અડધી સદીની મદદથી 2728 રન બનાવ્યા હતા. જ્યારે 54 ટી20 મેચમાં એક અડધી સદીની મદદથી 769 રન બનાવ્યા હતા. 


ઓસ્ટ્રેલિયાને અપાવ્યો વિશ્વ કપ
ઓસ્ટ્રેલિયાની કેપ્ટને વનડે અને ટી20ના ચાર વિશ્વકપમાં ભાગ લીધો હતો. લિસાની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયા 2013ના વિશ્વકપમાં ચેમ્પિયન બન્યું હતું. તેના બીજા દિવસે લિસાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલિવદા કહી દીધું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube