પુણે : આજે પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં દિલ્હી ડેયર ડેવિલ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે મેચ 30મી મેચ રમાઇ હતી. જેમાં દિલ્હીએ ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી. જેથી ટોસ હારીને પહેલા બેટિંગમાં આવેલી ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 211 રન ફટકાર્યા હતા. જેથી 212 રનનો ટાર્ગેટ પાર કરવા માટે ઉતરેલી દિલ્હીની ટીમ આ સ્કોર કરવામાં નિષ્ફળ રહી હતી. રૂષભ પંત અને વિજય શંકરની અર્ધશતકીય ઇનિંગ પણ દિલ્હીને બચાવી શકી નહોતી અને દિલ્હીનો 13 રનથી પરાજય થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હી માટે પંત અને શંકરની અર્ધસદી પણ એળે ગઇ
રૂષભ પંતે 45 બોલમાં 79 રન બનાવ્યા હતા, જો કે ટાર્ગેટનું દબાણ સહન ન કરી શકતા લુંગી નાગિદીએ તેની વિકેટ ઝડપી લીધી હતી. 162નાં સ્કોર પર દિલ્હીની પાંચમી વિકેટ પડી હતી. 74 રનનાં સ્કોર પર ગ્લેન મેક્સવેલને પણ રવીન્દ્ર ઝાડેજાએ સ્ટેડિયમમાં મોકલી આવપ્યો હતો. આ દિલ્હીની ચોથી વિકેટ હતી. 


જો કે 212નાં ટાર્ગેટને પાર કરવા માટે ઉતરેલી ટીમ દિલ્હીનાં કેપ્ટન શ્રેયર અય્યર ટીમ 64નાં સ્કોર પર હતી ત્યારે જ 13 રન બનાવીને ચાલતી પડી હતી. દિલ્હીની ત્રીજી વિકેટ પડી હતી. તે અગાઉ કોલિન મુનરો (26)ને કે.એમ આસિફે પેવેલિયન મોકલ્યો હતો. કર્ણ શર્માએ ડીપમ મિડવિકેટ પર કેચ કપડીને તેની વિકેટ ઝડપી હતી. દિલ્હીનાં 46નાં સ્કોર પર બીજી વિકેટ પડી હતી. દિલ્હીની તરફથી કોલિન મુનરો અને પૃથ્વી શોએ રમતની શરૂઆત કરી હતી. જો કે બીજી જ ઓવરમાં દિલ્હીને પહેલો ઝટકો લાગ્યો અને 10 રનનાં સ્કોર પર જ પૃથ્વી શો (9) આસિફનો ભોગ બન્યો જેનો કેચ રવિન્દ્ર ઝાડેજાએ પકડ્યો હતો. 


ચેન્નાઇએ જીતવા માટે આપ્યો 212 રનનો લક્ષ્યાંક
ચેન્નાઇ સુપર કિંગ્સે દિલ્હી ડેયર ડેવિલ્સને 212 રનનું લક્ષ્યાંક આપ્યું હતું. અંતિમ ઓવરમાં મહેન્દ્ર સિંહ ઘોનીએ 22 બોલમાં અણનમ 51 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. જેનાં પગલે ચેન્નાઇએ 20 ઓવરમાં 211 રન બનાવ્યા હતા. અંતિમ ઓવરનાં પાંચમાં બોલે અંબાતિ રાયડૂ રન આઉટ થઇ ગયો હતો. ચેન્નાઇની ચોથી વિકેટ પડી હતી. રાયડૂએ 24 બોલમાં 41 રન બનાવ્યા હતા. ધોનીએ પોતાની અર્ધશતકીય રમતમાં 5 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકાર્યા હતા. ચેન્નાઇએ રમતની અંતિમ 5 ઓવરમાં જ 74 રન બનાવ્યા હતા.