નવી દિલ્હીઃ આઈપીએલની 2019ની સિઝન માટે થયેલી હરાજીમાં યુવરાજ સિંહને કોઈ ખરીદનાર ન મળ્યું. યુવરાજ ગત સિઝનમાં કિંગ્સ ઇલેવન પંજાબની ટીમમાં હતો. પ્રીતિ ઝિંટાની આ ફ્રેન્ચાઇઝીએ યુવરાજને ટ્રાન્સફર વિન્ડો દરમિયાન ટીમમાંથી રિલીઝ કરી દીધો હતો. ત્યારબાદ તેનું નામ આઈપીએલના હરાજી વાળા ખેલાડીઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુવરાજ સિંહે પોતાની બેઝ પ્રાઇઝ એક કરોડ રૂપિયા રાખી હતી. વર્ષ 2011માં ભારતને વિશ્વકપ જીતાડનાર યુવરાજનું કરિયર અંતિમ દિવસોમાં છે. જૂની વાત નથી ત્રણ વર્ષ પહેલા આઈપીએલની હરાજીમાં યુવરાજને 16 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો. જ્યારે 2018મા પંજાબે 2 કરોડમાં ખરીદ્યો હતો. 


જાણો આઈપીએલની હરાજીની પળેપળની ખબર


હજુ કોઈપણ ટીમમાં સામેલ થઈ શકે છે યુવી
એવું નથી કે, યુવીની આઈપીએલમાં રમવાની આશા પૂરી થઈ ગઈ છે. જ્યારે હરાજી પૂરી થઈ જશે તો ન વેંચાનારા ખેલાડીઓ વિશે પૂછવામાં આવશે. જો કોઈ ટીમ તેને ઈચ્છે તો બેઝ પ્રાઇઝમાં કરાર કરી શકે છે. યુવરાજ સિંહ એક કરોડની બેઝ પ્રાઇઝ લિસ્ટમાં હતો. આ લિસ્ટમાં 19 ખેલાડીઓ સામેલ છે.