Argentina vs France: આર્જેન્ટીનાએ કર્યો કમાલ, ફ્રાન્સને હરાવી 36 વર્ષ બાદ જીત્યો ફીફા વિશ્વકપ
Argentina vs France World Cup Final: ફીફા વિશ્વકપ 2022ના ફાઇનલ મુકાબલામાં આર્જેન્ટીના અને ફ્રાન્સ આમને-સામને છે. બંને ટીમો વચ્ચે આ મુકાબલો લુસૈલ સ્ટેડિયમમાં રમાવાનો છે. ફાઇનલ જંગ પહેલા ક્લોઝિંગ સેરેમની થવાની છે. ફાઇનલ મેચ અને ક્લોઝિંગ સેરેમની સાથે જોડાયેલા તમામ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો......
કત્તારઃ ફાઇનલ મુકાબલામાં બધાની નજર આર્જેન્ટીનાના કેપ્ટન લિયોનેલ મેસ્સી પર છે. જે તેનો છેલ્લો વિશ્વકપ રમી રહ્યો છે. તેવામાં મેસ્સી પ્રથમવાર ટાઇટલ જીતીને આ ક્ષણને યાદગાર બનાવવા ઈચ્છશે. આર્જેન્ટીના માટે જીત આસાન રહેશે નહીં કારણ કે સામે ફ્રાન્સની ટીમ છે, જે ડિફેન્ડિંગ ચેમ્પિયન પણ છે. ફ્રાન્સની ટીમમાં કિલિયન એમ્બાપ્પે પણ છે, જે ગમે ત્યારે મેચ પલટી શકે છે.
Latest Updates
મેચ બરાબરી પર, હવે એક્સ્ટ્રા ટાઇમમાં થશે નિર્ણય
નિર્ધારિત સમય અને ઇંજરી ટાઇમ બાદ પણ ફ્રાન્સ અને આર્જેન્ટીના વચ્ચે આ ફાઇનલ મુકાબલો 2-2થી બરોબરી પર રહ્યો છે. મેચમાં જીત-હારનો નિર્ણય હવે એક્સ્ટ્રા ટાઇમમાં થશે. જો મેચ ત્યાં પર બરોબર રહે છે તો પછી પેનલ્ટી શૂટઆઉટમાં પરિણામ આવશે.
ગોલ્ડન બૂટનો દાવેદાર
1. લિયોનેલ મેસ્સી (આર્જેન્ટીના) - 6 ગોલ
2. કાયલિયન એમબાપ્પે (ફ્રાન્સ) – 5 ગોલ
3. ઓલિવિયર જીરૂ (ફ્રાન્સ) - 4 ગોલ
4. જુલિયન અલ્વારેઝ (આર્જેન્ટીના) - 4 ગોલFIFA વર્લ્ડ કપ 2022માં મેસ્સીનો ગોલ
સાઉદી અરેબિયા (પેનલ્ટી)
મેક્સિકો
ઓસ્ટ્રેલિયા
નેધરલેન્ડ્સ (પેનલ્ટી)
ક્રોએશિયા (પેનલ્ટી)
ફ્રાન્સ (પેનલ્ટી)ડી મારિયાનો શાનદાર ગોલ
આર્જેન્ટીનાએ મેચની 35મી મિનિટે ગોલ કરી દીધો છે. અનુભવી ડી મારિયાએ બીજો ગોલ કર્યો છે.મેસ્સીએ પેનલ્ટી પર કર્યો ગોલ
ફાઇનલમાં આર્જેન્ટીનાની ટીમ 1-0થી આગળ થઈ ગઈ છે. મેસ્સીએ આ ગોલ પેનલ્ટી પર કર્યો હતો. મેચની 21મી મિનિટમાં ફ્રાન્સના ખેલાડીએ ફાઉલ કર્યું હતું જેથી આર્જેન્ટીનાને પેનલ્ટી મળી હતી. આ સાથે વિશ્વકપ 2022માં મેસ્સીના નામે છ ગોલ થઈ ગયા છે.મેચ શરૂ થઈ
ફ્રાન્સ અને આર્જેન્ટીના વચ્ચે મેચ શરૂ થઈ ગઈ છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સે કિકઓફ કર્યું. લિયોનેલ મેસ્સી અને લેકિયન એમ્બાપ્પે ટાઇટલ માટે મેદાનમાં ઉતરી ચુક્યા છે.આ કોમ્બિનેશન સાથે ઉતરી ફ્રાન્સ-આર્જેન્ટીના
આ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સની ટીમ 4-2-3-1 ના કોમ્બિનેશનની સાથે મેદાનમાં ઉતરી છે. આ વખતે કેપ્ટન લોરિસે સૌથી આગળ ઓલિવર જિરૂને કર્યો છે. જ્યારે લિયોનેલ મેસ્સીની આગેવાનીમાં આર્જેન્ટીનાની ટીમ 4-4-2 ના કોમ્બિનેશનની સાથે મેદાનમાં ઉતરી છે.મેસ્સીએ રચ્યો ઈતિહાસ
લિયોનેલ મેસ્સીએ આ ફાઇનલમાં ઉતરવાની સાથે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તે વિશ્વકપના ઈતિહાસમાં સૌથી વધુ 26 મેચ રમનાર ખેલાડી બની ગયો છે. તેણે આ મામલામાં જર્મનીના પૂર્વ દિગ્ગજ લોથર મથાઉસનો રેકોર્ડ તોડ્યો છે, જેમણે 25 મેચ રમી હતી.સામે આવી ગઈ બંને ટીમની સ્ટાર્ટિંગ 11
ફાઇનલ માટે ફેન્સ તૈયાર
શાહરૂખે કર્યું પઠાણનું પ્રમોશન
બોલીવુડ એક્ટર શાહરૂખ ખાન પણ કોમેન્ટ્રી પેનલની સાથે જોવા મળ્યો. તેણે પોતાની અપકમિંગ ફિલ્મ પઠાણનું પ્રમોશન કર્યું. આ ફિલ્મનું ટ્રેલર પણ દેખાડવામાં આવ્યું.વર્લ્ડ કપમાં આર્જેન્ટિના-ફ્રાંસનો રેકોર્ડ
વર્લ્ડ કપના ઈતિહાસમાં અત્યાર સુધી ફ્રાન્સ અને આર્જેન્ટિનાએ 2-2 વખત ટાઈટલ જીત્યું છે. ફ્રાન્સની ટીમ 1998 અને 2018માં ચેમ્પિયન બની હતી. જ્યારે આર્જેન્ટીનાએ 1978 અને 1986નો ખિતાબ જીત્યો હતો. આ સિવાય આર્જેન્ટિના ત્રણ વખત (1930, 1990, 2014) રનર અપ પણ રહી છે. જ્યારે ફ્રાન્સ 2006માં રનરઅપ હતું. આર્જેન્ટીના માટે આ છઠ્ઠી અને ફ્રાન્સ માટે ચોથી ફાઈનલ હશે. વર્લ્ડ કપમાં બંને ટીમો વચ્ચે ત્રણ મેચ રમાઈ હતી, જેમાં આર્જેન્ટિનાએ બે અને ફ્રાન્સે એક મેચ જીતી હતી.
2014માં તૂટી ગયું હતું મેસ્સીનું દિલ
આર્જેન્ટીનાની ટીમે વર્ષ 2014ના ફાઇનલ મુકાબલામાં જર્મની વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો હતો. તો ફ્રાન્સની ટીમ વર્ષ 2006ના વિશ્વકપ ફાઇનલમાં ઇટલી સામે હારી ગઈ હતી.કોણ રચશે ઈતિહાસ
આર્જેન્ટીના અને ફ્રાન્સ ફાઇનલ મુકાબલામાં ત્રીજો વિશ્વકપ જીતવા માટે ઉતરશે. બંને ટીમોમાં સ્ટાર ખેલાડીઓની ભરમાર છે. તેવામાં કઈ ટીમ ઈતિહાસ રચશે તે જોવાનું રહેશે.આ રહ્યા FIFA ના અત્યાર સુધીના વિજેતાઓ
1930- ઉરુગ્વે
1934- ઇટાલી
1938- ઇટાલી
1950- ઉરુગ્વે
1954- જર્મની
1958- બ્રાઝિલ
1962- બ્રાઝિલ
1966- ઈંગ્લેન્ડ
1970- બ્રાઝિલ
1974- જર્મની
1978- આર્જેન્ટિના
1982- ઇટાલી
1986- આર્જેન્ટિના
1990- જર્મની
1994- બ્રાઝિલ
1998- ફ્રાન્સ
2002- બ્રાઝિલ
2006- ઇટાલી
2010- સ્પેન
2014- જર્મની
2018- ફ્રાન્સલુસેલ સ્ટેડિયમમાં મેચ રમાશે
ફીફા વર્લ્ડ કપની ફાઇનલ મેચ ફ્રાન્સ અને આર્જેન્ટિના વચ્ચે રમાવાની છે. લગભગ 89 હજાર દર્શકોની ક્ષમતા ધરાવતા લુસેલ સ્ટેડિયમમાં આ મેચ રમાશે, ફાઈનલ મેચમાં લિયોનેલ મેસ્સી અને કેલિયન એમબાપ્પે આમને-સામને છે. બંને ખેલાડીઓ એક જ ફૂટબોલ ક્લબ PSG તરફથી રમે છે. આવી સ્થિતિમાં બંને એકબીજાની ખૂબીઓ અને નબળાઈઓથી સારી રીતે વાકેફ હશે.