CWC 2019 PAKvsENG: સતત 11 મેચ ગુમાવ્યા બાદ અંતે પાકિસ્તાનને મળ્યો વિજય

Mon, 03 Jun 2019-11:21 pm,

આઈસીસી વિશ્વકપ 2019ની છઠ્ઠી મેચમાં યજમાન ઈંગ્લેન્ડને પાકિસ્તાને 14 રને પરાજય આપ્યો છે.

નોટિંઘમઃ વિશ્વ કપ 2019 ( World Cup 2019) છઠ્ઠી મેચમાં નોટિંઘમના ટ્રેન્ટ બ્રિજ મેદાન પર ઈંગ્લેન્ડનો મુકાબલો પાકિસ્તાન સામે થઈ રહ્યો છે. ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ ફીલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 50 ઓવરમાં 348 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 50 ઓવરમાં 9 વિકેટે 334 રન બનાવી શકી હતી. આ સાથે પાકિસ્તાને ઈંગ્લેન્ડને 14 રને પરાજય આપ્યો છે. 

Latest Updates

  • આ સાથે પાકિસ્તાને ઈંગ્લેન્ડને હરાવીને પોઈન્ટ ટેબલમાં પોતાનું ખાતું ખોલાવ્યું છે. 

    50મી ઓવર, રિયાઝઃ બીજા બોલ પર વુડે ચોગ્ગો ફટકાર્યો. અંતિમ બોલ પર બાઉન્ડ્રી આવી. ઓવરમાં કુલ 10 રન બન્યા. પાકિસ્તાનનો 14 રને વિજય 
     

  • 49મી ઓવર, આમિરઃ ચોથા બોલ પર જોફ્રા આર્ચર આઉટ. કુલ 4 રન બન્યા. સ્કોર 324/9

  • 48મી ઓવર, વહાબઃ પ્રથમ બોલ પર વોક્સે બે રન લીધા. ત્રીજા બોલ પર છગ્ગો ફટકાર્યો. ચોથા બોલ પર સિંગલ. પાંચમાં બોલ પર મોઇન અલી આઉટ. અંતિમ બોલ પર વોક્સ આઉટ. ઈંગ્લેન્ડે આઠમી વિકેટ ગુમાવી. ઓવરમાં કુલ 9 રન બન્યા. સ્કોર 320/8
     

  • 47મી ઓવર, આમિરઃ ઓવરમાં વોક્સ અને અલીએ એક-એક બાઉન્ડ્રી ફટકારી. કુલ 15 રન બન્યા. ઈંગ્લેન્ડનો સ્કોર 300ને પાર. સ્કોર 311/6

    46મી ઓવર, હસન અલીઃ ઓવરમાં માત્ર 5 રન બન્યા. સ્કોર 296/6
     

  • 45મી ઓવર, આમિરઃ બીજા બોલ પર બાઉન્ડ્રી ફટકારી બટલરે પોતાની સદી પૂરી કરી. વનડે કરિયરની નવમી સદી. ત્રીજા બોલ પર બટલર 103 રન બનાવી આઉટ. રિયાઝે કર્યો કેચ. ઓવરમાં કુલ 7 રન બન્યા. સ્કોર 291/6

    44મી ઓવર, હસન અલીઃ ઓવરમાં બે ડબલ, બે સિંગલ અને એક ત્રિપલ સાથે કુલ 10 રન બન્યા. સ્કોર 284/5

  • 43મી ઓવર, શાદાબઃ ઓવરમાં એક ડબલ અને ચાર સિંગલ સાથે કુલ 6 રન બન્યા. સ્કોર 274/5

    42મી ઓવર, હસન અલીઃ ઓવરમાં એક ડબલ અને ત્રણ સિંગલ સાથે કુલ 5 રન બન્યા. સ્કોર 268/5

  • 41મી ઓવર, શાદાબઃ પ્રથમ બોલ પર બટલરે સિંગલ લીધો. બીજા બોલ પર સરફરાઝે સ્ટમ્પિંગની તક ગુમાવી. મોઇન અલીને મળ્યું જીવનદાન. ઓવરમાં કુલ 5 રન બન્યા. સ્કોર 263/5

    40મી ઓવર, રિયાઝઃ બટલરે એક ચોગ્ગો ફટકાર્યો. ઓવરમાં કુલ 10 રન બન્યા. ઈંગ્લેન્ડનો સ્કોર 250ને પાર. 

  • 39મી ઓવર, શાદાબઃ ઓવરમાં ત્રીજા બોલ પર રૂટે બે રન લીધા. પાંચમાં બોલ પર રૂટ આઉટ. પાકને મળી મોટી સફળતા. ઓવરમાં માત્ર 2 રન બન્યા. સ્કોર 248/5

  • 38મી ઓવર, બીજા બોલ પર એક રન લઈને રૂટે વિશ્વકપ 2019ની પ્રથમ સદી ફટકારી. ચોથા બોલ પર રૂટે બાઉન્ડ્રી ફટકારી. ઓવરમાં કુલ 10 રન બન્યા. સ્કોર 246/4

    37મી ઓવર, આમિરઃ પાંચ સિંગલ સાથે કુલ પાંચ રન બન્યા. સ્કોર 236/4

  • 36મી ઓવર, ઓવરમાં એક બાઉન્ડ્રી સાથે કુલ 10 રન બન્યા. સ્કોર 231/4

    35મી ઓવર, આમિરઃ બીજા અને ત્રીજા બોલ પર બટલરે બાઉન્ડ્રી ફટકારી. ઓવરમાં કુલ 10 રન બન્યા. સ્કોર 221/4

  • 34મી ઓવર, હનસ અલીઃ ઓવરમાં કુલ 6 રન બન્યા. સ્કોર 211/4

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    33મી ઓવર, શાદાબ ખાનઃ ઓવરમાં માત્ર ચાર સિંગલ આવ્યા. સ્કોર 205/4

    32મી ઓવર, હસન અલીઃ ઓવરમાં માત્ર 2 સિંગલ. ઈંગ્લેન્ડના 200 રન પૂરા. 

  • 31મી ઓવર, શાદાબ ખાનઃ પ્રથમ પાંચ બોલ પર છ રન બન્યા. છેલ્લા બોલ પર બટલરે છગ્ગો ફટકારી પોતાની અડધી સદી પૂરી કરી. સ્કોર 199/4

    30મી ઓવર, રિયાઝઃ ઓવરમાં બટલરે બે બાઉન્ડ્રી ફટકારી. ઓવરમાં કુલ 11 રન બન્યા. સ્કોર 187/4

  • 29મી ઓવર, શાદાબઃ ઓવરના પાંચમાં બોલ પર બટલર વિરુદ્ધ પાકે રિવ્યૂ લીધું. પરંતુ મેદાની અમ્પાયરનો યોગ્ય નિર્ણય. પાકે રિવ્યૂ ગુમાવ્યું. ઓવરમાં કુલ 4 રન બન્યા. સ્કોર 176/4

    28મી ઓવર, રિયાઝઃ ઓવરમાં એક બાઉન્ડ્રી અને બે સિંગલ સાથે છ રન બન્યા. સ્કોર 176/4

  • 27મી ઓવર, શાદાબ ખાનઃ ઓવરમાં બટલરે એક બાઉન્ડ્રી ફટકારી. કુલ 10 રન આવ્યા. સ્કોર 166/4

    26મી ઓવર રિયાઝઃ ઓવરમાં કુલ ચાર સિંગલ અને એક બાઉન્ડ્રી આવી. ઈંગ્લેન્ડે પોતાના 150 રન પૂરા કર્યાં. સ્કોર 156/4

  • 25મી ઓવર, હાફીઝઃ રૂટ અને બટલરે એક-એક છગ્ગો ફટકાર્યો. ઓવરમાં કુલ 15 રન બન્યા. સ્કોર 148/4

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    24મી ઓવર, મલિકઃ બટલરે એક ચોગ્ગો ફટકાર્યો. ઓવરમાં કુલ 5 રન બન્યા. સ્કોર 133/4

    23મી ઓવર, હાફીઝઃ રૂટે એક બાઉન્ડ્રી ફટકારી. ઓવરમાં કુલ 8 રન બન્યા. સ્કોર 128/4

    22મી ઓવર, મલિકઃ બીજા બોલ પર સ્ટોક્સ આઉટ. પાકને મળી ચોથી સફળતા. ઓવરમાં માત્ર બે રન બન્યા. સ્કોર 120/4

    21મી ઓવર, હાફીઝઃ ઓવરમાં ચાર સિંગલ સાથે કુલ ચાર રન આવ્યા. 118/3
     

  • 18મી ઓવર, હસન અલીઃ ઓવરમાં રૂટ અને સ્ટોક્સે એક-એક બાઉન્ડ્રી ફટકારી. એક વાઇડ. કુલ 12 રન બન્યા. સ્કોર 108/3

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    17મી ઓવર, રૂટઃ પાંચ સિંગલ સાથે કુલ પાંચ રન. સ્કોર 96/3

    16મી ઓવર, હસન અલીઃ એક ડબલ અને ત્રણ સિંગલ સાથે કુલ 5 રન બન્યા. સ્કોર 91/3

  • 15મી ઓવર, હાફીઝઃ પ્રથમ બોલ પર સિંગલ. ત્યારબાદ મોર્ગને ત્રણ ડોટ બોલ રમ્યા. ચોથા બોલ પર મોર્ગન બોલ્ડ. ઓવરમાં 1 રન બન્યો. સ્કોર 86/3

    14મી ઓવર, હસન અલીઃ એક ચોગ્ગા સાથે ઓવરમાં કુલ 5 રન બન્યા. સ્કોર 85/2

  • 13મી ઓવર, હાફીઝઃ ઓવરમાં રૂટે બાઉન્ડ્રી ફટકારી. કુલ સાત રન બન્યા. સ્કોર 80/2

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    12મી ઓવર, હસન અલીઃ ઓવરમાં એક ચોગ્ગા સાથે કુલ 7 રન બન્યા. સ્કોર 73/2

    11મી ઓવર, વહાબઃ ઓવરમાં માત્ર ચાર સિંગલ આવ્યા. સ્કોર 66/2

    10મી ઓવર, આમિરઃ પાવરપ્લેની અંતિમ ઓવરમાં બે રન બન્યા. સ્કોર 62/2
     

  • નવમી ઓવર, વહાબઃ પ્રથમ બોલ પર બે રન. ત્રીજા બોલ પર બાઉન્ડ્રી. અંતિમ બોલ પર બેયરસ્ટો આઉટ. પાકને મળી બીજી સફળતા. સ્કોર 60/2

  • આઠમી ઓવર, આમિરઃ રૂટે બાઉન્ડ્રી ફટકારી. ઓવરમાં કુલ 8 રન બન્યા. ઈંગ્લેન્ડનો સ્કોર 50ને પાર. 

    સાતમી ઓવર, વહાબઃ ઓવરમાં બે ચોગ્ગા સાથે કુલ 9 રન બન્યા. સ્કોર 46/1
     

  • છઠ્ઠી ઓવર, આમિરઃ બીજા બોલ પર રૂટે ફટકારી બાઉન્ડ્રી. ત્રીજા બોલ પર બાબરે સ્લિપમાં છોડ્યો કેચ. રૂટને મળ્યું જીવનદાન. ઓવરમાં 9 રન બન્યા. સ્કોર 37/1 

  • પાંચમી ઓવર, શાદાબઃ બેયરસ્ટોએ ચોથા બોલ પર છગ્ગો ફટકાર્યો. બાકી પાંચ બોલ ડોટ રહ્યાં. સ્કોર 28/1

    ચોથી ઓવર, આમિરઃ ઓવરમાં એક વાઇડ સાથે કુલ 4 રન બન્યા. સ્કોર 22/1

  • ત્રીજી ઓવર, શાદાબઃ પ્રથમ બોલ પર રોય LBW. ઈંગ્લેન્ડે રિવ્યૂ ગુમાવ્યું. પાકને મળી સફળતા. ઓવરમાં કુલ 6 રન બન્યા. સ્કોર 18/1

    બીજી ઓવર, આમિરઃ પ્રથમ પાંચ બોલ ડોટ. અંતિમ બોલ પર બેયરસ્ટોએ ચોગ્ગો ફટકાર્યો. સ્કોર 12/0

  • પ્રથમ ઓવર, શાદાબઃ ઓવરના બીજા અને ત્રીજા બોલ પર રોયે ચોગ્ગો ફટકાર્યો. સ્કોર 8/0

  • ઈંગ્લેન્ડની ઈનિંગ શરૂ. જેસન રોય અને બેયરસ્ટો ક્રીઝ પર. શાદાબના હાથમાં બોલ

  • પ્રથમ મેચમાં ફ્લોપ રહ્યાં બાદ પાકિસ્તાનના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કરતા આઈસીસી વિશ્વકપની છઠ્ઠી મેચમાં યજમાન ઈંગ્લેન્ડ વિરુદ્ધ 50 ઓવરમાં 8 વિકેટે 348 રન બનાવ્યા છે અને ઈંગ્લેન્ડને જીતવા માટે 349 રનનો લક્ષ્ય આપ્યો છે. પાકિસ્તાન તરફથી ત્રણ બેટ્સમેનોએ અડધી સદી ફટકારી હતી. હાફીઝે સૌથી વધુ 84 રન બનાવ્યા હતા. આ સિવાય સરફરાઝે 55 અને બાબર આઝમે 63 રન ફટકાર્યા હતા. 

  • 50મી ઓવર, ક્રિસ વોક્સઃ પ્રથમ બોલ પર મલિક આઉટ. ત્રીજા બોલ પર ચોગ્ગો. ચોથા બોલ પર બે રન બન્યા. અંતિમ બોલ પર ચોગ્ગો. પાકિસ્તાન 348/8

  • 49મી ઓવર, જોફ્રા આર્ચરઃ અંતિમ બોલ પર હસન અલીએ છગ્ગો ફટકાર્યો. ઓવરમાં કુલ 10 રન બન્યા. સ્કોર 337/7
     

  • 48મી ઓવર, ક્રિસ વોક્સઃ પ્રથમ બોલ પર બે રન. બીજા બોલ પર સરફરાઝ કેચઆઉટ. ચોથા બોલ પર બાઉન્ડ્રી. પાંચમાં બોલ પર વહાબ રિયાઝ આઉટ. પાકે સાતમી વિકેટ ગુમાવી. ઓવરમાં બે વિકેટ સાથે કુલ 10 રન બન્યા. પાકિસ્તાન 327/7

    47મી ઓવર, માર્ક વુડઃ પ્રથમ બોલ પર આસિફ અલી આઉટ. ઓવરમાં કુલ છ રન બન્યા. સ્કોર 317/5

  • 46મી ઓવર, જોફ્રા આર્ચરઃ ઓવરમાં સરફરાઝે એક બાઉન્ડ્રી ફટકારી. અંતિમ બોલ પર ઓવર-થ્રોનો ચોગ્ગો આવ્યો. પાકનો સ્કોર 300ને પાર. સરફરાઝની અડધી સદી. સ્કોર 311/4

  • 44મી ઓવર, જોફ્રા આર્ચરઃ ઓવરમાં એક છગ્ગા સાથે કુલ 13 રન બન્યા. પાકિસ્તાન 292/4

  • 43મી ઓવર, માર્ક વુડઃ પ્રથમ બોલ પર હાફીઝે છગ્ગો ફટકાર્યો. ઓવરના પાંચમાં બોલ પર હાફીઝ આઉટ. હાફીઝે 62 બોલમાં 84 રન બનાવ્યા. ઓવરમાં કુલ 8 રન બન્યા. સ્કોર 279/4
     

  • 42મી ઓવર, જોફ્રા આર્ચરઃ ત્રીજા બોલ પર હાફીઝે ચોગ્ગો ફટકાર્યો. ઓવરમાં કુલ 6 રન બન્યા. સ્કોર 271/3

    41મી ઓવર, સ્ટોક્સઃ ઓવરમાં બે બાઉન્ડ્રી સાથે કુલ 13 રન બન્યા. સ્કોર 265/3

  • 40મી ઓવર, વોક્સઃ સરફરાઝે એક બાઉન્ડ્રી ફટકારી. ઓવરમાં કુલ 9 રન બન્યા. સ્કોર 250ને પાર

    39મી ઓવર, બેન  સ્ટોક્સઃ હાફીઝે પ્રથમ બોલ પર એક્સ્ટ્રા કવર પર બાઉન્ડ્રી ફટકારી. ઓવરમાં કુલ 8 રન બન્યા. સ્કોર 243/3

  • 38મી ઓવર, ક્રિસ વોક્સઃ પ્રથમ બોલ પર સરફરાઝે ચોગ્ગો ફટકાર્યો. ઓવરમાં એક વાઇડ સાથે કુલ 9 રન બન્યા. સ્કોર 235/3

    37મી ઓવર, મોઇન અલીઃ ઓવરમાં માત્ર ત્રણ સિંગલ આવ્યા. અલીનો સ્પેલ પૂરો. સ્કોર 226/3

  • 36મી ઓવર, માર્ક વુડઃ ઓવરમાં એક વાઇડ સાથે કુલ પાંચ રન બન્યા. સ્કોર 223/3

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    35મી ઓવર, મોઇન અલીઃ ચાર સિંગલ અને એક બાઉન્ડ્રી સાથે ઓવરમાં 8 રન બન્યા. સ્કોર 218/3

    34મી ઓવર, માર્ક વુડઃ હાફીઝે ઓવરમાં બે બાઉન્ડ્રી ફટકારી પોતાની અડધી સદી પૂરી કરી. સ્કોર 210/3

  • 33મી ઓવર, મોઇન અલીઃ ઓવરના પાંચમાં બોલ પર બાબર આઝમ આઉટ. ઓવરમાં 4 રન સાથે પાકના 200 રન પૂરા. 

  • 32મી ઓવર, માર્ક વુડઃ ઓવરમાં એક લેગબાય સાથે કુલ સાત રન બન્યા. સ્કોર 196/2
     

  • 31મી ઓવર, રાશિદઃ હાફીઝે એક છગ્ગો અને એક ચોગ્ગો ફટકાર્યો. ઓવરમાં કુલ 13 રન બન્યા. સ્કોર 189/2

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    30મી ઓવર, જોફ્રા આર્ચરઃ બે ડબલ અને બે સિંગલ સાથે ઓવરમાં 6 રન બન્યા. સ્કોર 176/2

    29મી ઓવર, રાશિદઃ ઓવરમાં માત્ર પાંચ રન બન્યા. સ્કોર 170/2

  • 28મી ઓવર, જોફ્રા આર્ચરઃ ઓવરમાં એક વાઇડ સાથે કુલ પાંચ રન બન્યા. બાબર આઝમે પોતાની અડધી સદી પૂરી કરી. પાકિસ્તાન 165/2
     

  • 27મી ઓવર, રાશિદઃ બાબરે પ્રથમ બોલ પર ચોગ્ગો ફટકાર્યો. બીજા બોલ પર છગ્ગો. ત્યારબાદ ત્રણ ડોટ. છેલ્લા બોલ પર બાઉન્ડ્રી. પાકનો સ્કોર 160/2

    26મી ઓવર, સ્ટોક્સઃ પ્રથમ બોલ પર બે રન બન્યા. ત્યારબાદ બે ડોટ બોલ. ત્રણ સિંગલ સાથે ઓવરમાં કુલ 5 રન બન્યા. સ્કોર 146/1
     

  • 25મી ઓવર, રાશિદઃ પ્રથમ બોલ પર જેસન રોયે આસાન કેચ છોડ્યો. ઓવરમાં એક વાઇડ સાથે કુલ સાત રન બન્યા. પાકિસ્તાન 25 ઓવરમાં 141/1

    24મી ઓવર, સ્ટોક્સઃ ઓવરમાં એક લેગબાય અને એક સિંગલ સાથે કુલ બે રન બન્યા. સ્કોર 134/2
     

  • 23મી ઓવર, આદિલ રાશિદઃ ઓવરમાં માત્ર ચાર સિંગલ આવ્યા. સ્કોર 132/2

    22મી ઓવર, સ્ટોક્સઃ ઓવરમાં પાંચ સિંગલ અને એક બાઉન્ડ્રી સાથે કુલ 9 રન બન્યા. સ્કોર 128/2

  • 21મી ઓવર, મોઇન અલીઃ પ્રથમ બોલ પર વોક્સનો શાનદાર કેચ. ઇમામ ઉલ હક આઉટ. ઓવરમાં એક ચોગ્ગા સાથે કુલ 8 રન બન્યા. સ્કોર 119/2

    20મી ઓવર, સ્ટોક્સઃ ઓવરમાં એક લેગબાય સાથે કુલ 3 રન બન્યા. સ્કોર 111/1

  • 19મી ઓવર, મોઇન અલી. ઓવરના છેલ્લા બોલ પર બાઉન્ડ્રી આવી. સ્કોર 10/1

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    18મી ઓવર, સ્ટોક્સઃ ઓવરમાં કુલ પાંચ સિંગલ આવ્યા. પાકિસ્તાને પોતાના 100 રન પૂરા કર્યાં. 

    17મી ઓવર, મોઇન અલીઃ ઓવરમાં એક ડબલ અને ત્રણ સિંગલ સાથે કુલ પાંચ રન બન્યા. સ્કોર 95/1

  • 16મી ઓવર, માર્ક વુડઃ ઓવરમાં બાબરે એક ચોગ્ગો ફટકાર્યો. કુલ પાંચ રન બન્યા. સ્કોર 90/1

  • 15મી ઓવર, મોઇન અલીઃ પ્રથમ બોલ પર બટલરનું શાનદાર સ્ટમ્પિંગ. જમાન 36 રન બનાવી આઉટ. ઓવરમાં કુલ 3 રન અને એક વિકેટ. પાક 85/1

  • 14મી ઓવર, માર્ક વુડઃ ત્રીજા બોલ પર ઈંગ્લેન્ડે રન આઉટની તક ગુમાવી. ઓવરમાં એક વાઇડ સાથે કુલ ત્રણ રન બન્યા. સ્કોર 82/0

    13મી ઓવર, મોઇન અલીઃ ઓવરમાં માત્ર ત્રણ સિંગલ બન્યા. સ્કોર 79/0

  • 12મી ઓવર, માર્ક વુડઃ ઓવરમાં માત્ર ત્રણ રન બન્યા. સ્કોર 76/0

    11મી ઓવર, મોઇન અલીઃ ઓવરમાં કુલ ચાર સિંગલ આવ્યા. સ્કોર 73/0
     

  • દસમી ઓવર, માર્ક વુડઃ ઓવરમાં કુલ બે સિંગલ આવ્યા. 10 ઓવરમાં પાકિસ્તાનનો સ્કોર 69/0

    નવમી ઓવર, મોઇન અલી. પ્રથમ બોલિંગ ચેન્જ. ઓવરમાં કુલ 5 રન બન્યા. સ્કોર 69/0

  • આઠમી ઓવર, જોફ્રા આર્ચરઃ ઇમામે બીજા બોલ પર બાઉન્ડ્રી ફટકારી. પાકિસ્તાનના 50 રન પૂરા. ત્રીજા બોલ પર ઈંગ્લેન્ડે રિવ્યૂ લીધું. થર્ડ અમ્પાયરનો નિર્ણય નોટઆઉટ. ઈંગ્લેન્ડે રિવ્યૂ ગુમાવ્યું. ઓવરમાં બે વાઇડ સાથે કુલ 13 રન બન્યા. સ્કોર 62/0

    સાતમી ઓવર, ક્રિસ વોક્સઃ ફખરે પ્રથમ બે બોલ પર બાઉન્ડ્રી ફટકારી. ઓવરમાં કુલ 12 રન બન્યા. સ્કોર 49/0

  • છઠ્ઠી ઓવર, જોફ્રા આર્ચરઃ ઓવરમાં એક બાઉન્ડ્રી સાથે કુલ 6 રન બન્યા. સ્કોર 37/0

  • પાંચમી ઓવર, ક્રિસ વોક્સઃ પ્રથમ બે બોલ ખાલી કાઢ્યા બાદ ત્રીજા બોલ પર સિક્સ અને ચોથા બોલ પર બાઉન્ડ્રી આવી. પાંચમાં બોલ પર સિંગલ લીધો. અંતિમ બોલ ડોટ રહ્યો. ઓવરમાં કુલ 11 રન બન્યા. સ્કોર 31/0

  • ચોથી ઓવર, જોફ્રા આર્ચરઃ બીજા બોલ પર જમાને ચોગ્ગો ફટકાર્યો. ઓવરમાં એક બાય અને એક સિંગલ સાથે કુલ 6 રન બન્યા. સ્કોર 20/0

  • ત્રીજી ઓવર, ક્રિસ વોક્સઃ ઇમામ ઉલ હકે મેડન ઓવર રમી. સ્કોર 14/0
     

  • બીજી ઓવર, જોફ્રા આર્ચરઃ પ્રથમ બોલ પર ઇમામે સિંગલ લીધો. બીજા બોલ પર લેગબાયનો ચોગ્ગો. ત્યારબાદ ફખર ચાર ડોટ બોલ રમ્યો. સ્કોર 14/0

  • પ્રથમ ઓવર, ક્રિસ વોક્સઃ બીજા બોલ પર ઇમામે એક રન લઈને પાકનું ખાતું ખોલ્યું. ચોથા બોલ પર ફખરે ચોગ્ગો ફટકાર્યો. અંતિમ બોલ પર બાઉન્ડ્રી મળી. સ્કોર 9/0

  • ઈંગ્લેન્ડ તરફથી ક્રિસ વોક્સ કરશે પ્રથમ ઓવર
     

  • ફખર જમાન અને ઇમામ-ઉલ-હકે કરી ઈનિંગની સરૂઆત

    પાકિસ્તાનની ઈનિંગ શરૂ

  • ઈંગ્લેન્ડે લિયામ પ્લંકેટના સ્થાને માર્ક વુડનો ટીમમાં સમાવેશ કર્યો. 

    પાકિસ્તાનની ટીમમાં શોએબ મલિકનો સમાવેશ. 

  • પ્લેઇંગ ઇલેવન
    પાકિસ્તાનઃ ફખર જમાન, ઇમામ-ઉલ-હક, બાબર આઝમ, મોહમ્મદ હાફીઝ, સરફરાઝ અહમદ, સોએબ મલિક, આફિસ અલી, શાદાબ ખાન, હસન અલી, વહાબ રિયાઝ, મોહમ્મદ આમિર. 

    ઈંગ્લેન્ડઃ જોની બેયરસ્ટો, જેસન રોય, જો રૂટ, ઇયોન મોર્ગન, જોસ બટલર, બેન સ્ટોક્સ, મોઇન અલી, આદિલ રાશિદ, ક્રિસ વોક્સ, માર્ક વુડ, જોફ્રા આર્ચર. 
     

  • ઈંગ્લેન્ડે ટોસ જીતીને પાકિસ્તાનને પ્રથમ બેટિંગ માટે આપ્યું આમંત્રણ 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link