CWC 2019 PAKvsWI: માત્ર 35.2 ઓવરમાં મેચ પૂરી, વેસ્ટઈન્ડિઝનો 7 વિકેટે વિજય

Fri, 31 May 2019-6:29 pm,

આઈસીસી વિશ્વકપ-2019ના બીજા મેચમાં પાકિસ્તાન અને વેસ્ટઈન્ડિઝ આમને-સામને છે. આ મેચમાં વેસ્ટઈન્ડિઝે પાકિસ્તાનને સાત વિકેટે પરાજય આપીને વિજય સાથે પોતાના અભિયાનનો પ્રારંભ કર્યો છે.

નોટિંઘમઃ World Cup 2019 WI vs Pak આઈસીસી વિશ્વકપ 2019માં આજે પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી મેચ રમાઇ રહી છે. વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કેપ્ટનના આ નિર્ણયને યોગ્ય ઠેરવતા વિન્ડીઝના બોલરોએ શાનદાર બોલિંગ કરી હતી. પાકિસ્તાનની ટીમ માત્ર 22મી ઓવરમાં 105 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. વેસ્ટ ઈન્ડિઝ તરફથી ઓશાનો થોમસે 27 રન આપીને સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. આ સિવાય કેપ્ટન હોલ્ડરને ત્રણ, રસેલને બે અને કોટરેલને એક સફલતા મળી હતી. જેના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝે માત્ર 13.4 ઓવરમાં 108 રન બનાવીને મેચ પોતાના નામે કરી લીધી છે. 

Latest Updates

  • 14મી ઓવર, રિયાઝઃ પૂરને એક ચોગ્ગો અને એક છગ્ગો ફટકાર્યો. વેસ્ટ ઈન્ડિઝનો સાત વિકેટે વિજય. માત્ર 13.3 ઓવરમાં લક્ષ્ય પાર કર્યો. 

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    13મી ઓવર, હસન અલીઃ ઓવરમાં બે ડબલ અને એક સિંગલ સાથે કુલ 5 રન બન્યા. 

    12મી ઓવર, રિયાઝઃ નિકોલસ પૂરને એક ચોગ્ગો અને છગ્ગો ફટકાર્યો. ઓવરમાં કુલ 14 રન બન્યા. સ્કોર 91/3

  • 11મી ઓવર, આમિરઃ ગેલે આ ઓવરમાં પોતાની અડધી સદી પૂરી કરી. ત્યારબાદ તે ઈનિંગના પાંચમાં બોલ પર આઉટ થયો. આમિરને મળી ત્રીજી સફળતા. 

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    10મી ઓવર, રિયાઝઃ ક્રિસ ગેલે આ ઓવરમાં બે ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો. ઓવરમાં કુલ 15 રન બન્યા. સ્કોર 71/2

    નવમી ઓવર, આમિરઃ વેસ્ટ ઈન્ડિઝે આ ઓવરમાં પોતાના 50 રન પૂરા કર્યા. પૂરને એક બાઉન્ડ્રી ફટકારી. સ્કોર 56/2

  • આઠમી ઓવર, વહાબ રિયાઝઃ આ ઓવર મેડન રહી. 

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    સાતમી ઓવર, આમિરઃ ઓવરના બીજા બોલ પર ડેરેન બ્રાવો સ્લિપમાં બાબર આઝમના હાથે કેચઆઉટ. આમિરે પાકને અપાવી બીજી સફળતા. સ્કોર 48/2

    છઠ્ઠી ઓવર, હસન અલીઃ આ ઓવરમાં 8 રન બન્યા. ગેલે બે બાઉન્ડ્રી ફટકારી. 

    પાંચમી ઓવર, આમિરઃ પ્રથમ બોલ પર હાપો ચોગ્ગો ફટકાર્યો. ત્રીજા બોલ પર પાકને મળી પ્રથમ સફળતા, હોપ 11 રન બનાવી આઉટ. 

  • ચોથી ઓવર, હસન અલીઃ ગેલે ત્રીજા અને ચોથા બોલ પર છગ્ગો ફટકાર્યો. ઓવરમાં કુલ 16 રન આવ્યા. સ્કોર 32/0

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    ત્રીજી ઓવર, આમિરઃ ઓવરમાં માત્ર 4 રન બન્યા. સ્કોર 16/0

    બીજી ઓવર, હસન અલીઃ ક્રિસ ગેલે ઓવરમાં બે બાઉન્ડ્રી ફટકારી. કુલ 10 રન બન્યા. સ્કોર 12/0

  • પ્રથમ ઓવર, આમિરઃ માત્ર બે રન બન્યા. સ્કોર 2/0

    વેસ્ટ ઈન્ડિઝ તરફથી ક્રિસ ગેલ અને શાઈ હોપે ઈનિંગની શરૂઆત કરી. પાકિસ્તાન તરફથી મોહમ્મદ આમિરે બોલિંગની જવાબદારી સંભાળી. 

  • 22મી ઓવર, થોમસઃ ઓવરના ચોથા બોલ પર રિયાઝ આઉટ. પાકિસ્તાન 105 રન બનાવી ઓલઆઉટ. 

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    21મી ઓવર, હોલ્ડરઃ પ્રથમ બોલ પર આમિરે એક રન લીધો. બીજા બોલ પર વહાબે છગ્ગો ફટકાર્યો. પાંચમાં બોલ પર બાઉન્ડ્રી આવી. અંતિમ બોલ પર વહાબે છગ્ગો ફટકાર્યો. ઓવરમાં કુલ 17 રન આવ્યા. પાકિસ્તાને 100 રન પૂરા કર્યાં. સ્કોર 103/9

    20મી ઓવર, ઓશાને થોમસઃ હાફીઝે પ્રથમ બે બોલ ખાલી કાઢ્યા. બાઉન્સર બોલ પર હાફીઝે પોતાની વિકેટ ગુમાવી. પાકને લાગ્યો નવમો ઝટકો. ઓવરમાં કુલ 3 રન બન્યા. 

  • 19મી ઓવર, હોલ્ડર, ઓવરના ત્રીજા બોલ પર હસન અલી આઉટ. કુલ 3 રન આવ્યા. પાક 83/8

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    18મી ઓવર, ઓશાને થોમસઃ શાદાબ ખાન LBW આઉટ, ઓવરમાં કુલ 3 રન બનાવ્યા. સ્કોર 80/7

    17મી ઓવર, હોલ્ડરઃ પ્રથમ બોલ પર કેપ્ટન સરફરાઝ આઉટ. ત્યારબાદ ચાર બોલમાં બે સિંગલ આવ્યા. અંતિમ બોલ પર ઇમાદ વસિમ આઉટ. પાકિસ્તાને ઓવરમાં બે વિકેટ ગુમાવી. સ્કોર 77/6

    16મી ઓવર, ઓશાને થોમસઃ આ ઓવરમાં માત્ર 3 રન બન્યા. 

    15મી ઓવર, બ્રેથવેટઃ આ ઓવરમાં માત્ર બે સિંગલ આવ્યા. પાકિસ્તાન 72/4 
     

  • 14મી ઓવર, ઓશાને થોમસઃ પાકને લાગ્યો મોટો ઝટકો. બાબર આઝમ 22 રન બનાવી આઉટ. શાઈ હોપે વિકેટની પાછળ કેચ ઝડપ્યો. ઓવરમાં કુલ 8 રન બન્યા. પાક 70/4

    13મી ઓવર, બ્રેથવેટઃ આ ઓવરમાં માત્ર ચાર રન આવ્યા. પાકિસ્તાન 62/3

  • 12મી ઓવર, ઓશાનો થોમસઃ બાબર આઝમે એક ચોગ્ગો ફટકાર્યો. પ્રથમ ઓવરમાં કુલ 8 રન આવ્યા. સ્કોર 58/3

    11મી ઓવર, કાર્લોસ બ્રેથવેટઃ સરફરાઝે બાઉન્ડ્રી ફટકારી. પાકિસ્તાને 50 રન પૂરા કર્યા. સ્કોર 50/3

  • દસમી ઓવર, આંદ્રે રસેલઃ પાકિસ્તાને ત્રીજી વિકેટ ગુમાવી, હારિસ સોહિલ 8 રન બનાવી આઉટ. સ્કોર 45/3

  • નવમી ઓવર, કાર્લોસ બ્રેથવેટ: નવમી ઓવરમાં માત્ર 3 રન બન્યા. સ્કોર 45/2

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    આઠમી ઓવર, આંદ્રે રસેલ: ઓવરમાં માત્ર 2 રન બન્યા. સ્કોર 42/2 

    સાતમી ઓવર, શેલ્ડન કોટરલ: આ ઓવરમાં કુલ 5 રન બન્યા. પાકિસ્તાન 40/2

  • છઠ્ઠી ઓવર, આંદ્રે રસેલ
    રસેલે ઓવરના પાંચમાં બોલ પર ફખર જમાનને બોલ્ડ કરી વેસ્ટ ઈન્ડિઝને બીજી સફળતા અપાવી. જમાન 22 રન બનાવી આઉટ. સ્કોર 35/2

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    પાંચમી ઓવર, શેલ્ડન કોટરેલ
    બાબર આઝમે આ ઓવરમાં બાઉન્ડ્રી ફટકારી. સ્કોર 33/1

     

  • ચોથી ઓવર
    હોલ્ડરની ઓવરમાં ફખરે ચોગ્ગો ફટકાર્યો. આ ઓવરમાં કુલ 10 રન બન્યા.

  • ત્રીજી ઓવર
    શેલ્ડન કોટરલની ઓવરમાં કુલ 6 રન બનાવ્યા. પાકિસ્તાને પોતાની પ્રથમ વિકેટ ગુમાવી. ઇમામ ઉલ હક 2 રન બનાવી આઉટ.  

    બીજી ઓવર
    જેસન હોલ્ડરની ઓવરમાં જમાને છગ્ગો ફટકાર્યો. આ ઓવરમાં કુલ 10 રન બન્યા. 

  • પ્રથમ ઓવર
    શેલ્ડન કોટરેલે વેસ્ટઈન્ડિઝ તરફથી પ્રથમ ઓવર કરી. પાકિસ્તાન તરફથી ઇમામ ઉલ હક અને ફખર જમાને ઈનિંગની શરૂઆત કરી. આ ઓવરમાં માત્ર 1 રન બન્યો. 

  • વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીત્યો, પ્રથમ ફીલ્ડિંગનો કર્યો નિર્ણય

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    આ છે બંન્ને ટીમોની પ્લેઇંગ ઈલેવન
    પાકિસ્તાનની ટીમ
    ઇમામ ઉલ હક, ફખર જમાન, બાબર આઝમ, હારિસ સોહેલ, મોહમ્મદ હાફીઝ, સરફરાઝ અહમદ, ઇમાદ વસિમ, શાદાબ ખાન, હસન અલી, વહાબ રિયાઝ, મોહમ્મદ આમિર. 

    વેસ્ટઈન્ડિઝ ટીમઃ
    ક્રિસ ગેલ, શાઈ હોપ, ડેરેન બ્રાવો, શિમરોન હેટમાયર, નિકોલસ પૂરન, આંદ્રે રસેલ, જેસન હોલ્ડર, કાર્લોસ બ્રેથવેટ, એશ્લે નર્સ, શેલ્ડન કોટરેલ, ઓશાને થોમસ. 
     

  • વેસ્ટ ઈન્ડિઝની તાકાત
    1. વેસ્ટઈન્ડિઝની તાકાત છે તેની બેટિંગ. ટીમ મોટો સ્કોર કરવામાં પોતાના મોટા હિટર્સ પર નિર્ભર રહેશે. 

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    2. ક્રિસ ગેલ, એવિન લુઈસ અને આંદ્રે રસેલ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પ્રેક્ટિસ મેચ દરમિયાન ફોર્મમાં દેખાયા હતી, જે ટીમ માટે સારા સમાચાર છે. 

    3. યુવા બેટ્સમેન શાઈ હોપ પણ શાનદાર ફોર્મમાં છે. તેણે કીવી વિરુદ્ધ સદી ફટકારી હતી. 

    4. આ સિવાય શેલ્ડન કોટ્રેલ, કેપ્ટન જેસન હોલ્ડર, કાર્લોસ બ્રેથવેટ અને કેમાર રોચ જેવા ખેલાડી ટીમની બોલિંગને મજબૂતી આપશે. 

    પાકિસ્તાનની તાકાત
    1. ભલે પાકિસ્તાને છેલ્લા 10 મુકાબલામાં પરાજયનો સામનો કર્યો હોય, પરંતુ ટીમના બેટ્સમેનો સારૂ પ્રદર્શન કરી રહ્યાં છે. આ સમયે પાકિસ્તાનની તાકાત તેની બેટિંગ છે. ખાસ કરીને પાક ટીમનો રન મશીન બાબર આઝમ શાનદાર ફોર્મમાં છે. 

    2. બાબર સિવાય પાકની પાસે ઇમામ-ઉલ-હક અને ફખર જમાન જેવા તોફાની બેટ્સમેન છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link