આ કીવી પેસર પર પણ કોરોનાના ખૌફની અસર, ગળું ખરાબ થતાં Isolation માં રાખવામાં આવ્યો
દુનિયામાં કોરોના વાયરસ (Corona Virus)ને મહામારી જાહેર કર્યા બાદ ઓસ્ટ્રેલિયા-ન્યૂઝિલેંડ (Australia vs New Zealand) વચ્ચે થનારી વનડે સીરીઝ રદ થઇ ગઇ છે. તો બીજી તરફ ન્યૂઝીલેંડના પેસર લોકી ફર્ગ્યૂસન (Lockie Ferguson)ને ગળામાં ઇંફેક્શન થતાં તેમની કોરોના વાયરસથી સંક્રમિત હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
સિડની: દુનિયામાં કોરોના વાયરસ (Corona Virus)ને મહામારી જાહેર કર્યા બાદ ઓસ્ટ્રેલિયા-ન્યૂઝિલેંડ (Australia vs New Zealand) વચ્ચે થનારી વનડે સીરીઝ રદ થઇ ગઇ છે. તો બીજી તરફ ન્યૂઝીલેંડના પેસર લોકી ફર્ગ્યૂસન (Lockie Ferguson)ને ગળામાં ઇંફેક્શન થતાં તેમની કોરોના વાયરસથી સંક્રમિત હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
ફર્ગ્યૂસન (Lockie Ferguson)ને હાલ 24 કલાક માટે આઇસોલેશનમાં રાખવામાં આવ્યો છે. રિપોર્ટ આવે ત્યાં સુધી સાવચેતીના પગલાં ભરવામાં આવ્યા છે. ફર્ગ્યૂસન (Lockie Ferguson)ને ત્રણ વનડે મેચોની સીરીઝની પ્રથમ મેચમાં ગળમાં ફરિયાદ થઇ છે.
સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં થયેલી આ મેચમાં મેજબાન ટીમે 71 રનથી મેચ જીતી હતી. શુક્રવારે આ મેચમાં ફર્ગ્યૂસન (Lockie Ferguson)એ 9 ઓવરમાં 60 રન આપીને બે વિકેટ લીધી હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પહેલી બેટીંગ કરતાં સાત વિકેટ પર 258 રન બનાવ્યા તેના જવાબમાં ન્યૂઝીલેંડની ટીમ 50 ઓવરમાં ફક્ત 187 પર સમેટાઇ ગઇ.
ન્યૂઝીલેંડ ક્રિકેટે પોતાના નિવેદનમાં કહ્યું કે 'ભલામણ સ્વાસ્થ્ય નિયમો હેઠળ લોકી ફર્ગ્યૂસનને પહેલી વનડે મેચને ખતમ થયા બાદ ગળુ ખરાબ થઇ જવાના લીધે ટીમ હોટલમાં આગામી ચોવીસ કલાક માટે આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. એકવાર તેમનો રિપોર્ટ આવી જાય પછી તેમની ટીમમાં વાપસીથી સંબંધિત નિર્ણય લેવામાં આવશે.
આ વનડે સીરીઝની પહેલી મેચ મેદાનમાં દર્શકો વિના રમાઇ હતી. કોરોના વાયરસના લીધે ફેલાઇ રહેલી કોવિડ-19 મહામારીના લીધે મેચમાં દર્શકોને એસસીજીમાં પ્રવેશની પરવાનગી આપવામાં આવી નથી. તે પહેલાં ઓસ્ટ્રેલિયાના પેસર કેન રિચર્ડસનની પન કોરોના વાયરસની તપાસ થઇ હતી. તેમની પણ ખરાબ ગળાની ફરિયાદ કરી હતી, પરંતુ તેમનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube