મેનચેસ્ટર: ઇગ્લેંડમાં શરૂ થયેલી ત્રણ ટી-20 મેચોની સીરીઝમાં ભારતે પહેલી મેચમાં શાનદાર જીત પ્રાપ્ત કરી. ભારતના કુલદીપ યાદવની શાનદાર બોલીંગની મદદથી ઇગ્લેંડને 159 રનો પર અટકાવી દીધું. લોકેશ રાહુલની તોફાની સદીના મદદથી ભારતે ઇગ્લેંડને આઠ વિકેટે હરાવ્યું. લોકેશ રાહુલની શાનદાર ઇનિંગના દમ પર આ ટાર્ગેટને 18.2 ઓવરમાં બે વિકેટના નુકસાન પર પ્રાપ્ત કરી લીધો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકેશ રાહુલે 54 બોલમાં 10 ચોગ્ગા અને પાંચ સિક્સરની મદદથી સદી ફટકારી. આ તેમની ટી-20માં બીજી સદી છે. તે ટી-20માં બે સદી ફટકારનાર ભારતના બીજા બેટ્સમેન બની ગયા છે. તેમના પહેલાં રોહિત શર્માએ ટી-20માં બે સદી ફટકારી છે. રોહિતે આ મેચમાં 32 રન બનાવ્યા અને લોકેશ રાહુલની સાથે બીજી વિકેટ માટે 123 રનની ભાગીદારી કરી. 


રાહુલ અને રોહિત વચ્ચે આ ભાગીદારી ત્યારે આવે જ્યારે ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન (4) સાત રનના સ્કોર પર પહેલી ઓવરના પાંચમા બોલમાં ડેવિડ વિલેનો શિકાર થઇ ગયા. રોહિતે બીજા છેડેથી સ્ટ્રાઇક રોટેડ કરી લોકેશ રાહુલને તક આપી અને રાહુલે ઇગ્લેંડના બોલરોની જોરદાર ધોલાઇ કરી. આ ભાગીદારીને લેગ સ્પિનર આદિલ રાશિદે ઇયોન મોર્ગનના હાથે કેચ કરાવી તોડી હતી. રોહિતે 130ના કુલ સ્કોર પર આઉટ થયો. ત્યારબાદ કેપ્ટન વિરાટ કોહલી રાહુલનો સાથ આપવા માટે આવ્યા અને બંને વિકેટ ગુમાવ્યા વિના ટીમની જીત સુનિશ્વિત કરી દીધી. વિરાટ કોહલીએ 20 રન બનાવ્યા પરંતુ ભારતીય બેટ્સમેન લોકેશ રાહુલ જ મેચના હીરો રહ્યા. 


આ સદીની સાથે રાહુલની સાથે ઘણા અનોખા રેકોર્ડ જોડાઇ ગયા. આંતરરાષ્ટ્રીય ટી-20માં ભારત તરફથી ફટકારવામાં આવેલી સદી વિશે વાત કરીએ તો લોકેશ રાહુલ ઉપરાંત રોહિત શર્મા અને સુરેશ રૈનાએ અત્યાર સુધી ટીમ ઇન્ડીયા માટે સદી ફટકારી છે. ભારત માટે અત્યાર સુધી કુલ પાંચ સદી ફટકારી છે જેમાં રાહુલ અને રોહિતે બે-બે સદી જ્યારે રૈનાના નામે એક સદી એક જ છે.



ટીમ ઇન્ડીયાના કેપ્ટન વિરાટ કોહલીએ પણ મેચ બાદ કેએલ રાહુલની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે ''અમારી ટીમની બેટીંગની ઉંડાઇ ખૂબ સારી છે. રાહુલ બાદ હું પોતે ચોથા ક્રમે બેટીંગ માટે આવ્યો અને તેનાથી મને વચ્ચેની ઓવર્સ રમતને કાબૂમાં કરવામાં મદદ મળી. આ સાથે જ કેએલન પણ ખુલીને રમવાની આઝાદી મળી. અમે ઇચ્છીએ છીએ કે અમારા ખેલાડી બેખોફ થઇ રમે, જેમ કે કેએલ અને કુલદીપ આજે રમ્યા. 


કેએલની પ્રથમ સદી પણ ઇગ્લેંડ વિરૂદ્દ હતી
વિરાટે કહ્યું કે ''રાહુલ જે પ્રકારે આઇપીએલ દ્વારા અને આયરલેંડ વિરૂદ્ધ એક મેચમાં પણ બેટીંગ કરી રહ્યા છે તે શાનદાર છે. તેમની બેટીંગમાં ખૂબ સટીકતા છે. અમે તેમના જેવા ખેલાડીઓને આગળ લઇ જવા માંગીએ છીએ. અમે એક જ પ્રકારે વિચારતા નથી કે લોકો ઓર્ડરમાં ઉપર નીચે થઇ શકે''


રાહુલની ટેક્નિક વિશે વિરાટે કહ્યું કે ''તેમની ટેક્નિકલ શાનદાર છે. તેમનું શાનદાર ટેમ્પરામેંટ છે અને તેમનામાં રનની ભૂખ છે. આજે તે ખૂબ ભાવૂક થઇ ગયા હતા કારણ કે ગત વખતે પણ તેમણે ઇગ્લેંડ વિરૂદ્દ સદી ફટકારી હતી જેની લાંબા સમય સુધી રાહ જોવી પડી. તેમની સદી ખૂબ શાનદાર હતી અને ભારતીય ક્રિકેટ માટે આ શાનદાર વાત છે.