DC vs LSG Match Highlights: આઇપીએલ 2024 ના 26મી મેચમાં દિલ્હી કેપિટલ્સે લખનઉ સુપર જાયન્ટ્સને 6 વિકેટ્થી માત આપીને સિઝનની બીજી જીત નોંધાવી છે. ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપાઇ ઇકાના ક્રિકેટ સ્ટેડિયમમાં આ મેચમાં લખનઉની ટીમે પહેલાં બેટીંગ કરતાં 20 ઓવરમાં 167/7 રનનો સ્કોર બનાવ્યો. આયુષ બડોની (અણનમ 55 રન) અને કેએલ રાહુલ (39 રન) ના શાનદાર શોટ્સ જોવા મળ્યા. ટાર્ગેટનો પીછો કરતાં દિલ્હીની ટીમે ફ્રેશર મૈકગર્ક (55 રન) અને ઋષભ પંત (41 રન) ની ઇનિંગના દમ પર 170 રન બનાવીને જીત પ્રાપ્ત કરી લીધી. દિલ્હીએ પ્રથમ વખત આઇપીએલમાં લખનઉની ટીમને હરાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

22 વર્ષના મેકગર્કની ઘાતક બેટિંગ
લખનઉ તરફથી મળેલા 168 રનના ટાર્ગેટનો પીછો કરવા આવેલી દિલ્હીની ટીમને ડેવિડ વોર્નર (8 રન)ના રૂપમાં વહેલી તકે પહેલો ઝટકો લાગ્યો હતો. આ પછી બેટિંગ કરવા આવેલા 22 વર્ષના યુવા ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ફ્રેઝર મેકગર્કે શરૂઆતથી જ સિક્સ મારવાનું શરૂ કરી દીધું હતું. આ દરમિયાન દિલ્હીને બીજો ફટકો પૃથ્વી શો (32 રન)ના રૂપમાં લાગ્યો હતો. આ પછી ફ્રેઝરે ઋષભ પંત સાથે મળીને દિલ્હીની જીત લગભગ સુનિશ્ચિત કરી હતી. 35 બોલનો સામનો કરીને, ફ્રેઝરે 55 રનની શાનદાર અડધી સદી ફટકારી જેમાં 5 સિક્સર અને 2 ફોર ફટકારી હતી. તો બીજી તરફ પંતે 24 બોલમાં 41 રન બનાવ્યા, જેમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે. ટ્રીસ્ટન સ્ટબ્સે 9 બોલમાં અણનમ 15 રન બનાવ્યા હતા જ્યારે વિજેતા સિક્સર ફટકારી હતી જ્યારે શાઈ હોપે અણનમ 11 રન બનાવ્યા હતા.


બડોનીની મહેનત બેકાર
કુલદીપ યાદવની ઘાતક બોલિંગ બાદ આયુષ બદોની અને અરશદ ખાને આઠમી વિકેટ માટે 73 રનની ભાગીદારી કરી લખનઉને નિર્ધારિત 20 ઓવરમાં 167 રન સુધી પહોંચાડી દીધું હતું. બડોનીએ 55 રનની અણનમ ઇનિંગ રમી જેમાં 5 ફોર અને 1 સિક્સ સામેલ હતી. બડોનીની આ ઇનિંગને દિલ્હીના બેટ્સમેનોએ બરબાદ કરી દીધી હતી. અરશદે અણનમ 20 રન બનાવ્યા હતા. આ સિવાય કેએલ રાહુલના બેટમાંથી 39 રન આવ્યા, જેમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ થાય છે. બાકીની ટીમના કોઈપણ બેટ્સમેન મોટા રન બનાવવામાં સફળ થઈ શક્યા ન હતા.