નવી દિલ્હી: આઈપીએલ 2022 હવે ટૂંક સમયના દિવસોમાં શરૂ થનાર છે, ત્યારે દરેક ટીમોમાં ખેલાડીઓ ઈજાગ્રસ્ત થવાના સમાચાર તમામ ટીમો માટે ટેન્શન વધારી રહ્યા છે. હવે આઈપીએલની નવી ટીમ લખનઉ સુપર જાયન્ટ્સ માટે એક માઠા સમાચાર મળી રહ્યા છે. કેએલ રાહુલની કેપ્ટનશિપવાળી લખનઉ સુપર જાયન્ટ્સ ટીમનો સૌથી મહત્ત્વપૂર્ણ બોલર ઈજાગ્રસ્ત બન્યો છે. આ ફાસ્ટ બોલરને ટીમે 7.5 કરોડની રકમમાં ખરીદ્યો હતો. આ બોલર હવે આઈપીએલમાંથી બહાર થઈ ગયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઈપીએલમાંથી બહાર થયો ખૂંખાર બોલર
ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર માર્ક વુડ કોણીની ઈજાના કારણે આગામી ઈન્ડિયન પ્રીમિયર લીગમાંથી બહાર થયો છે. ઈએસપીએનક્રિકઈન્ફોના રિપોર્ટ અનુસાર વુડ ગત સપ્તાહ વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ પહેલી ટેસ્ટ મેચ દરમિયાન કોણીની ઈજા થવાના કારણે 26 માર્ચથી શરૂ થનાર આઈપીએલમાં રમી શકશે નહીં.


7.5 કરોડ રૂપિયા કર્યો હતો ખર્ચ
આઈપીએલમાં નવી ટીમ લખનઉ સુપર જાયન્ટ્સે ગત મહિને ખેલાડીઓની હરાજીમાં વુડને 7.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. નાર્થ સાઉન્ડમાં વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધની મેચમાં વુડ માત્ર 17 ઓવર જ ફેંકી શક્યો હતો. કેએલ રાહુલ સુપર જાયન્ટ્સના કેપ્ટન અને એન્ડી ફ્લાવર મુખ્ય કોચ છે. માર્ક વુડે આઈપીએલમાં અત્યાર સુધીમાં માત્ર એક જ મેચ રમી છે. વર્ષ 2018માં વુડ સીએસકેનો ભાગ હતો.


આ સીઝનમાં લખનઉની મેચ
આઈપીએલ 2022ની પહેલી મેચ 26 માર્ચે ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની વચ્ચેરમાશે. જ્યારે લખનઉ સુપર જાયન્ટ્સની પહેલી મેચ 28 માર્ચે ગુજરાત ટાઈન્ટંસ વિરુદ્ધ રમાશે. લીગ સ્ટેજમાં લખનઉની ટી ગુજરાત ટાઈટંસ, રાજસ્થાન રોયલ્સ, મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ બે બે મેચ રમાશે. જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ચેન્નાઈ સુપર કિંગ અને પંજાબ કિંગ વિરુદ્ધ એક એક મેચ રમતી દેખાશે.


લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ
કેએલ રાહુલ, માર્કસ સ્ટોઈનિસ, રવિ બિશ્રોઈ, મયંક યાદવ, એવિન લુઈસ, આવેશ ખાન, જેસન હોલ્ડર, ક્રુણાલ પંડ્યા,  ક્વિન્ટન ડિકોક, મનીષ પાંડે, દીપર હુડ્ડા, કરણ શર્મા, કાઈલ મેયર્સ, આયુષ બડોની, મોહસિન ખાન, મનન વોહરા, શાહબાજ નદીમ, દુશમંતા ચમીરા, કૃષ્ણપ્પા ગૌતમ, અંકિત રાજપૂત


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube