નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની(M S Dhoni) આઈસીસી વર્લ્ડ કપ પછી હાલ ક્રિકેટમાં જોવા નથી મળી રહ્યા. તેમ છતાં લોકપ્રિયતાની બાબતે તે બધા જ ખેલાડીઓમાં સૌથી આગળ છે. એક સર્વે અનુસાર ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) જ એક એવી વ્યક્તિ છે જે દેશમાં ધોની(Dhoni) કરતાં વધુ પ્રશંસનીય છે. યુગોવના આ સર્વેમાં એમ.એસ. ધોની બીજા નંબરે છે. મહિલાઓમાં આ સ્થાન એમ.સી. મેરિકોમને(M C Meri kom) મળ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સર્વે યુગોવ (YogGov) દ્વારા કરાવાયો છે, જેમાં 41 દેશના 42,000 લોકોએ ભાગ લીધો હતો. આ સર્વેમાં બે કેટેગરી (પુરુષ અને મહિલા)માં દુનિયાના સૌથી વધુ પ્રશંસનીય લોકોની(Most Admirable Persons) યાદી તૈયાર કરવામાં આવી છે. આ સર્વે અનુસાર સૌથી વધુ પ્રશંસનીય લોકોની યાદીમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છઠ્ઠા સ્થાને છે. બિલ ગેટ્સ આ યાદીમાં પ્રથમ નંબરે છે. તેમના પછી બરાક ઓબામા, જેકી ચેન, શી જિનપિંગ અને જેક મા છે. 


ભારત ટી બ્રેક લઇને પાકિસ્તાન સાથે ક્રિકેટ રમી શકતા નથી: વિદેશ મંત્રી


સૌથી વધુ પ્રશંસનીય લોકોની યાદીમાં માત્ર ભારતીય લોકોની વાત કરીએ તો વડાપ્રધાન મોદી પ્રથમ સ્થાને છે. ત્યાર પછી એમ.એસ. ધોનીનું નામ છે. એટલે કે, ધોની ટીમ ઈન્ડિયાના વર્તમાન કેપ્ટન વિરાટ કોહલીથી પણ આગળ છે. ભારતીયોમાં મોદી અને ધોની પછી રતન ટાટા ત્રીજા સ્થાને, અમિતાભ બચ્ચન ચોથા, સચિન તેંડુલકર 5મા અને વિરાટ કોહલી છઠ્ઠા નંબરે છે. 


આ સર્વે અનુસાર ભારતની સૌથી વધુ પ્રશંસનીય મહિલામાં બોક્સ એમ.સી. મેરીકોમનું નામ ટોચ પર છે. દુનિયાભરની પ્રશંસનીય મહિલાઓની યાદીમાં મેરીકોમ 25મા સ્થાને છે. ભારતીય મહિલાઓમાં મેરીકોમ પછી કિરણ બેદી, લતા મંગેશકર, સુષમા સ્વરાજ, દીપિકા પાદુકોણનો નંબર છે. વિશ્વની ટોપ-25 પ્રશંસનીય મહિલાઓની યાદીમાં મેરીકોમ એકમાત્ર ભારતીય છે. 


આ સર્વે અુસાર પીએમ મોદીને (15.66 ટકા) એડમાયરેશન રેટિંગ પોઈન્ટ મળ્યા છે. એમ.એસ. ધોની 8.58 ટકા સાથે બીજા નંબરે છે. રતન ટાટા(8.02 %) ત્રીજા અને અમિતાભ બચ્ચન (6.55%) ચોથા સ્થાને છે. ત્યાર પછી સચિન તેંડુલકર (5.81%) અને વિરાટ કોહલી (4.46%)નો ક્રમ આવે છે. 


જુઓ LIVE TV.....


સ્પોર્ટ્સના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક.....