મૈડ્રિડઃ વર્લ્ડ નંબર-3 એલેક્જેંડર જ્વેરેવે પોતાના કેરિયરનું ત્રીજી મૈડ્રિડ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટનું ટાઇટલ જીત્યું છે. જર્મનીના 21 વર્ષના ખેલાડી જ્વેરેવે ફાઇનલમાં ઓસ્ટ્રિયાના ડોમિનિક થિમેયને હરાવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્વેરેવે વર્લ્ડ નંબર-8 થિમેયને સીધા સેટમાં 6-4, 6-4થી હરાવીને ટાઇટલ જીત્યું હતું. તે પાંચમો તેવો ખેલાડી બની ગયો છે જેણે ઓછામાં ઓછા ત્રણ માસ્ટર્સ-1000 ટાઇટલ પર કબજો જમાવ્યો છે. 


આ યાદીમાં રાફેલ નડાલ, રોજજ ફેડરર, નોવાક જોકોવિચ અને એન્ડી મરે જેવા દિગ્ગજ ખેલાડીઓ સામેલ છે. જ્વેરેવ હવે ઈટાલી ઓપનમાં ભાગ લેશે. 


થિયેમે દક્ષિણ આફ્રિકાના એન્ડરસનને 6-4, 6-2થી હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. જ્યારે જ્વેરેવે સેમિફાઇનલમાં કેનેડાના યુવા ડેનિસ શાપોવાલોવને 6-4, 6-1થી પરાજય આપ્યો હતો. 


આ તે જ થિમેય છે જેણે રાફેલ નડાલની ક્લેકોર્ટ પર 21 મેચ અને 50 સેટની વિજયી રથને અટકાવ્યો હતો. ગત વર્ષે મૈડ્રિડ ફાઇનલમાં તે નડાલ સામે હારીને રનર્સઅપ રહ્યો હતો. તેની ઈચ્છા આ વર્ષે ટાઇટલ જીતવા પર હતી, પરંતુ આ વર્ષે પણ નિષ્ફળતા હાથ લાગી હતી.