Congress ની ફરિયાદ પર Maharashtra સરકારનો મોટો નિર્ણય, થશે Sachin-Kohli સહિત સ્ટાર્સની ટ્વીટની તપાસ
ઇન્ટરનેશનલ પોપ સિંગર રિઆના (Rihanna) ના ટ્વીટ બાદ સચિન તેંડુલકર, લતા મંગેશકર, વિરાટ કોહલી અને અક્ષય કુમાર સહિત ઘણા ભારતીય સ્ટાર્સે ટ્વીટ કર્યું જેમાં ઘણા શબ્દ કોમન હતા. કોંગ્રેસનું કહેવું હતું કે આ તમામ સ્ટાર્સે દબાણામં ટ્વીટ કર્યું હતું.
મુંબઇ: મહારાષ્ટ્ર સરકાર (Maharashtra Govt) ને સચિવ તેંડુલકર, લતા મંગેશકર અને વિરાટ કોહલી સહિત અન્ય સ્ટાર્સ દ્રારા કરવામાં આવેલા ટ્વીટની તપાસના આદેશ આપ્યા છે. તમને જણાવી દઇએ કે કૃષિ કાયદા (Farm Laws) ના વિરૂદ્ધ ચાલી રહેલા ખેડૂતના પ્રદર્શન (Farmers Protest) ને લઇને આંતરરાષ્ટ્રીય સ્તર પર અવાજ ઉઠાવ્યા બાદ ઘણા ભારતીય સેલિબ્રિટીઝે જવાબ આપ્યો હતો.
Cheque Clearance ને લઇને RBI બદલી રહી છે નિયમ, જાણો શું થશે ફાયદો
મહારાષ્ટ્ર કોંગ્રેસે લગાવ્યા હતા આરોપ
મહારાષ્ટ્ર કોંગ્રેસ (Maharashtra Congress) એ આરોપ લગાવ્યો હતો કે ઇન્ટરનેશનલ પોપ સિંગર રિઆના (Rihanna) ના ટ્વીટ બાદ સચિન તેંડુલકર, લતા મંગેશકર, વિરાટ કોહલી અને અક્ષય કુમાર સહિત ઘણા ભારતીય સ્ટાર્સે ટ્વીટ કર્યું જેમાં ઘણા શબ્દ કોમન હતા. કોંગ્રેસનું કહેવું હતું કે આ તમામ સ્ટાર્સે દબાણામં ટ્વીટ કર્યું હતું. એટલા માટે તેની તપાસ થવી જોઇએ. ત્યારબાદ મહરાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખએ તપાસના આદેશ આપ્યા છે.
ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
બિઝનેસના તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube