નવી દિલ્હીઃ ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીએ શનિવારે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચાલી રહેલી પ્રથમ વનડેમાં ખાસ મુકામ હાસિલ કર્યો છે. આ મેચમાં ખાતુ ખોલતા ધોનીએ આંતરરાષ્ટ્રીય મેચોમાં ભારત માટે રમતા 10 હજાર રન પૂરા કરી લીધા હતા. મહત્વનું છે કે, ધોનીના આંતરરાષ્ટ્રીય 10 હજાર રન પહેલા જ પૂરા થઈ ગયા છે. પરંતુ તેમાંથી 174 રન તેણે એશિયા XI તરફથી રમતા બનાવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાંચમો દસ હજારી બન્યો ધોની
ધોની પહેલા સચિન તેંડુલકર (18426), સૌરવ ગાંગુલી (11221), રાહુલ દ્રવિડ (10768), વિરાટ કોહલી (10235)એ ભારત માટે આ સિદ્ધિ મેળવી હતી. ધોનીએ આ સિદ્ધિ 279મી ઈનિંગ (ભારત માટે રમતા)માં હાસિલ કરી છે. 


ડાયના એડુલ્જીનો ઇશારો, વિશ્વ કપ 2019માંથી પણ બહાર થઈ શકે છે હાર્દિ-રાહુલ

ધોનીએ વનડે કરિયરમાં 49.74ની એવરેજથી રન બનાવ્યા છે. તે 10 સદી અને 67 અડધી સદી ફટકારી ચુક્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં સંન્યાસ લીધા પહેલા તેણે 90 મેચમાં 38.09ની એવરેજથી 4876 રન બનાવ્યા હતા. ટેસ્ટ કરિયરમાં તેણે 6 સદી અને 33 અડધી સદી ફટકારી હતી. ધોની ભારતનો સફળ વિકેટકીપર પણ છે.