IPL 2022: ધોની કે રોહિત શર્મા...કમાણીના મામલામાં કિંગ કોણ? જાણો IPLના 10 કેપ્ટનની નેટવર્થ
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ભાગ લેનારા ખેલાડીઓ, ટીમો પર પૈસાનો વરસાદ થાય છે. આ સિઝનમાં 10 ટીમ ભાગ લઈ રહી છે. ત્યારે આ ટીમના કેપ્ટનમાં સૌથી વધારે નેટવર્થવાળો ખેલાડી કોણ છે.
નવી દિલ્લી: 26 માર્ચથી ઈન્ડિયન પ્રીમિયર લીગની સિઝન શરૂ થઈ રહી છે. 26 માર્ચે ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની વચ્ચે આ સિઝનની પહેલી મેચ રમાશે. આઈપીએલમાં આ વખતે પહેલીવાર 10 ટીમ ભાગ લઈ રહી છે. ટીમની કમાન મોટા-મોટા સ્ટાર્સના હાથમાં છે. જે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાનો દબદબો ધરાવે છે. જો આઈપીએલ ટીમના બધા કેપ્ટનની વાત કરવામાં આવે તો અનેક એવા નામ છે જે કરોડોમાં પૈસા કમાય છે અને તેમની નેટવર્થ પણ દમદાર છે.
1. મયંક અગ્રવાલ:
12 કરોડ રૂપિયામાં પંજાબ કિંગ્સ દ્વારા રિટેઈન કરવામાં આવેલ મયંકની નેટવર્થ 26 કરોડની આસપાસ છે. તે આ સમયે બીસીસીઆઈના વાર્ષિક કોન્ટ્રાક્ટનો ભાગ છે. તે ટેસ્ટ ટીમમાં છે. મયંક અનેક બ્રાન્ડનો એમ્બેસેડર પણ છે.
2. ઋષભ પંત:
દિલ્લી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતને આઈપીએલમાં 16 કરોડ રૂપિયા મળી રહ્યા છે. હાલમાં તેનું નામ ક્રિકેટમાં ઘણું ઝડપથી ઉપર આવ્યું છે. રિપોર્ટ્સ પ્રમાણે તેની નેટવર્થ 36 કરોડ છે.
3. હાર્દિક પંડ્યા:
ગુજરાત ટાઈટન્સ ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા દેશના પોપ્યુલર્સ ક્રિકેટમાંથી એક છે. તેની નેટવર્થ 37 કરોડની આજુબાજુ છે. હાર્દિક લાંબા સમય પછી ફિલ્ડ પર કમબેક કરી રહ્યો છે. તે આ સમયે અનેક બ્રાન્ડ માટે એડ પણ કરે છે.
4. સંજુ સેમસન:
52 કરોડની નેટવર્થવાળા સંજુ સેમસન રાજસ્થાન ટીમનો કેપ્ટન છે. આ આઈપીએલમાં સંજુ સેમસનને 14 કરોડ રૂપિયા મળી રહ્યા છે. તે MRF, SGની સાથે જોડાયેલો છે.
5. શ્રેયસ અય્યર:
કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન બનેલા શ્રેયસ અય્યર યૂથમાં ઘણો જાણીતો છે. 53 કરોડની નેટવર્થવાળા શ્રેયસે હાલમાં જ ટેસ્ટ, વન-ડેમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. શ્રેયલ ગૂગલ, જિલેટ, બોટ સહિત અનેક બ્રાન્ડને એન્ડોર્સ કરે છે.
6. કેન વિલિયમ્સન:
સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમ્સન હાલમાં ફેબ-4માં સામેલ છે. હૈદરાબાદ તરફથી તેને આ સિઝનમાં 14 કરોડ રૂપિયા મળશે. રિપોર્ટ્સ પ્રમાણે તેની નેટવર્થ 58 કરોડ રૂપિયા છે.
7. લોકેશ રાહુલ:
પંજાબ કિંગ્સ પછી હવે લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન લોકેશ રાહુલ સ્ટાઈલીશ ખેલાડી છે. બીસીસીઆઈના વાર્ષિક કોન્ટ્રાક્ટમાં તેને 5 કરોડ રૂપિયા મળે છે. સાથે જ તે અનેક જાણીતી બ્રાન્ડ સાથે જોડાયેલો છે. રાહુલની નેટવર્થ 75 કરોડ રૂપિયા છે.
8. ફાફ ડુ પ્લેસિસ:
વિરાટ કોહલીની જગ્યાએ આરસીબીની કમાન સંભાળનાર ફાફ ડુ પ્લેસિસ બે વિદેશી કેપ્ટનમાંથી એક છે. તેની નેટવર્થ 102 કરોડ રૂપિયા છે. તેને આરસીબી તરફથી 7 કરોડ રૂપિયા મળી રહ્યા છે. જ્યારે આફ્રિકા બોર્ડ 3 કરોડ રૂપિયા આપે છે. ફાફ દુનિયાની અન્ય લીગમાં પણ રમે છે.
9. રોહિત શર્મા:
ભારતીય ક્રિકેટ ટીમ અને મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા આઈપીએલના સૌથી અમીર ખેલાડીઓમાંથી એક છે. બીસીસીઆઈના ગ્રેડ એ પ્લસ કોન્ટ્રાક્ટમાં સામેલ રોહિતની પાસે અનેક મોટી બ્રાન્ડના કોન્ટ્રાક્ટ પણ છે. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી તેને વાર્ષિક 16 કરોડ રૂપિયા મળે છે. રોહિતની નેટવર્થ 180 કરોડ છે.
10. મહેન્દ્ર સિંહ ધોની:
છેલ્લાં દોઢ દાયકાથી ક્રિકેટની દુનિયા પર રાજ કરનારા મહેન્દ્ર સિંહ ધોની આઈપીએલનો સૌથી સફળ કેપ્ટન છે. રિપોર્ટ્સ પ્રમાણે ધોનીની નેટવર્થ 800 કરોડથી પણ વધારેની છે. આ વખતે ધોનીને સીએસકે તરફથી 12 કરોડ રૂપિયા મળી રહ્યા છે. તે અનેક મોટી બ્રાન્ડને એન્ડોર્સ કરે છે. વાર્ષિક કમાણીના મામલામાં તે અનેક મોટા સ્ટાર્સને ટક્કર આપે છે. ધોની પોતે અનેક કંપનીમાં ભાગીદાર કે માલિક છે.