ચેન્નાઈ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં ચેન્નાઈ અને દિલ્હી વચ્ચે થનારો મુકાબલો ચેન્નાઈ માટે મોટો પડકાર હતો. ટીમ તેની છેલ્લી મેચ કેપ્ટન એમએસ ધોનીની ગેરહાજરીમાં હારી ચુકી હતી અને એના બેટ્સમેનો પર કમબેકનું દબાણ હતું. ટીમ સંપૂર્ણપણે કેપ્ટન ધોની પર આધારિત થઈ જવાની ટીકાનો સામનો કરી રહી હતી. જોકે દિલ્હી સામેના મેચની ખાસ વાત એ હતી કે ધોની પણ આ મેચમાં રમી રહ્યો હતો. મેચમાં જીત પછી ચેન્નાઈના સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન સુરેશ રૈનાએ કહ્યું કે ધોનીની હાજરીથી જ વિરોધી ટીમ પર દબાણ વધી જાય છે અને ધોનીના સંન્યાસ પછી ચોક્કસપણે મુશ્કેલી વધશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધોનીએ આ સિઝનમાં બીમારીને કારણે બે મેચ રમવાનું ટાળ્યું હતું. મુંબઈ અને હૈદરાબાદ વિરૂદ્ધ રમાયેલી આ બંને મેચોમાં ચેન્નાઈએ હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચોમાં ધોનીની જગ્યાએ સુરેશ રૈનાએ કેપ્ટનની જવાબદારી નિભાવી હતી પણ આમ છતાં ટીમ સારો દેખાવ કરી શકી નહોતી. રૈના સિવાય બીજો કોઈ બેટ્સમેન સારો દેખાવ કરી શક્યો નહોતો.


શું રવિ શાસ્ત્રીની જગ્યા લેશે રિકી પોન્ટિંગ? ગાંગુલીએ આપ્યો આ સવાલનો સ્પષ્ટ જવાબ


સુરેશ રૈનાને જ્યારે સવાલ કરવામાં આવ્યો કે ધોનીની ગેરહાજરીમાં કેપ્ટનશીપ કરવાનું કેટલું મુશ્કેલ હતું ત્યારે જવાબ આપતા રૈનાએ કહ્યું હતું કે કેપ્ટન તરીકે ધોની ન હોય તો કોઈ મોટી સમસ્યા નથી પણ તેના જેવા જબરદસ્ત બેટ્સમેનની ગેરહાજરી ખુંચે છે. હૈદરાબાદ અને મુંબઈ સામે આ જ થયું હતું. ધોની જ્યારે ક્રિઝ પર હોય છે ત્યારે વિરોધી ટીમ દબાણમાં આવી શકે છે. જોકે તેઓ સંન્યાસ લે તો  હું કદાચ કેપ્ટન બની શકું છું. 


રમતજગતના સમાચાર જાણવા માટે કરો ક્લિક....