નવી દિલ્હી : ઇંગ્લેન્ડ સામે પહેલી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાની થયેલી હારે અનેક ચાહકોના દિલ તોડી નાખ્યા. 194 રનના લક્ષ્યનો પીછો કરવા માટે ઉતરેલી ટીમ ઇન્ડિયાના બેટ્સમેન આ લક્ષ્ય સુધી પહોંચી શક્યા નહોતા અને આખી ટીમ ઓલઆઉટ થઈ  ગઈ હતી. ટીમ ઇન્ડિયામાં વિરાટ કોહલી સિવાય બીજા કોઈ બેટ્સમેન સફળ નહોતો સાબિત થયો. ઇંગ્લેન્ડ તરફથી તેમના બોલર્સ જોરદાર પ્રદર્શન કર્યુ તેમજ સેમ કુરેન અને બેન સ્ટોક્સે તો કમાલ જ કરી દીધી. ઇંગ્લેન્ડની જીતની પટકથા બીજી ઇનિંગમાં આ ખેલાડીઓએ લખી છે. 


ટીમ ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ 9 ઓગસ્ટથી લોડ્સ ખાતે શરૂ થઈ રહી છે પણ એ પહેલાં ટીમ ઇન્ડિયાને એક સારા સમાચાર મળ્યા છે. પહેલી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાને હારનો ફટકો આપનાર બેન સ્ટોક્સ બીજી ટેસ્ટ મેચ નહીં રમી શકે અને એનું કારણ છે તેના પર ચાલી રહેલો એક કેસ. ગયા વર્ષે નવેમ્બરમાં બ્રિસ્ટલમાં એક વિવાદમા બેન સ્ટોક્સ ફસાઈ ગયો હતો. આ વિવાદ પછી તેના પર કેસ ચાલી રહ્યો છે. 6 ઓગસ્ટના દિવસે આ મામલાની કોર્ટમાં સુનાવણી થવાની છે. આ મામલામાં ક્લિન ચીટ મેળવવા માટે બેન સ્ટોક્સે આ સુનાવણીમાં હાજરી આપવી પડે એમ છે. આ કારણે લોર્ડસ ટેસ્ટમાં બેન સ્ટોક ભાગ લે એવી શક્યતા બહુ ધુંધળી છે. બેન સ્ટોક્સે બીજી ઇનિંગમાં ચાર વિકેટ લઈને ટીમ ઇન્ડિયાની કમર તોડી નાખી હતી. 


રમતજગતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...