નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના યુવા ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ગુુરુવારે મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા પ્રશાસકોની સમિતી (CoA)એ બંન્ને ખેલાડીઓ પર લાગેલું વચગાળાનું સસ્પેન્શન તત્કાલ પ્રભાવથી હટાવી દીધું છે. જો કે આ મુદ્દે જોડાયેલી સુનવણી હાલ સુપ્રીમ કોર્ટમાં થવાની છે. કોર્ટમાં બીસીસીઆઇએ આ મુદ્દે સુનવણી 5 ફેબ્રુઆરીના રોજ થવાની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘કોફી વિથ કરણ’ વિવાદ બાદ પ્રતિબંધિત થયેલા આ ખેલાડી પર બીસીસીઆઈએ પ્રતિબંધ હટાવવાનો નિર્ણય કર્યો છે. હવે જાણકારી મળી છે કે હાર્દિક પંડ્યા ટીમ સાથે ન્યૂઝીલેન્ડમાં જ જોડાશે. હાર્દિક ટીમ સાથે જોડાવવા માટે 24 કલાકમાં જ રવાના થશે. તે હાલની વન-ડે સિરીઝની બાકીની મેચો અને તેની બાદ રમાનાર ટી20 સિરીઝ માટે ઉપલબ્ધ રહેશે. સંભાવના છે કે માઉન્ડ મોઉનગુઇમાં થનારી વન-ડે સિરીઝની ત્રીજા મેચની પ્લેઇંગ ઇલેવનમાં હાર્દિકનો સમાવેશ કરવામાં આવે. ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી માટે આ એક રાહતના સમાચાર છે. વન-ડે સિરીઝ પહેલાં વિરાટે એક નિવેદનમાં કહ્યું હતું કે તે હાર્દિકને મિસ કરી રહ્યો છે. 


આ સિવાય અન્ય ખેલાડી લોકેશ રાહુલ પર પણ નિર્ણય લેવાઈ ચૂક્યો છે. હાર્દિક પંડ્યાને 24 કલાકની અંદર ન્યૂઝીલેન્ડ રવાના થવાનું છે જ્યારે લોકેશ રાહુલ ભારતમાં જ રણજી ટ્રોફી રમશે અને ઈન્ડિયા-એ ટીમનો ભાગ રહેશે જે હાલમાં ઈંગ્લેન્ડ લાયન્સ વિરુદ્ધ અનઔપચારિક વનટી સિરીઝ રમી રહી છે.


રમતજગતના સમાચાર જાણવા માટે કરો ક્લિક..