INDvsBAN : ભારતે ડે નાઇટ ટેસ્ટમાં બાંગ્લાદેશને આપી કારમી હાર, બનાવી ક્લિન સ્વિપની હેટ્રિક
ટીમ ઇન્ડિયા (Team India)એ બાંગ્લાદેશને (Bangladesh) બીજા ટેસ્ટ મેચમાં બહુ ખરાબ રીતે હરાવી દીધું છે
નવી દિલ્હી : ટીમ ઇન્ડિયા (Team India)એ બાંગ્લાદેશને (Bangladesh) બીજા ટેસ્ટ મેચમાં બહુ ખરાબ રીતે હરાવી દીધું છે. કોલકાતામાં રમાયેલી આ ડે નાઇટ મેચમાં ટીમ ઇન્ડિયાએ મહેમાન ટીમને એક ઇનિંગ અને 46 રનથી હરાવી છે. ટીમ ઇન્ડિયાએ આ જીત સાથે જ 2 મેચોની ટેસ્ટ સિરીઝ 2-0 પોતાના નામે કરી લીધી છે. ભારતે પહેલી ટેસ્ટ મેચમાં પણ બાંગ્લાદેશને ભારે તફાવતથી હરાવ્યું હતું. ભારતે આ જીત સાથે જ ક્લિન સ્વીપની હેટ્રિક પણ બનાવી લીધી છે. આ પહેલાં ટીમ ઇન્ડિયાએ વેસ્ટ ઇન્ડિઝને 2-0થી અને દક્ષિણ આફ્રિકાને 3-0થી હરાવ્યું હતું.
ભારત અને બાંગ્લાદેશ (India vs Bangladesh) વચ્ચે બીજી ટેસ્ટ કોલકાતાના ઇડન ગાર્ડન સ્ટેડિયમમાં રમવામાં આવી હતી. આ ડે નાઇટ ટેસ્ટ મેચ હતી. બંને ટીમો પહેલીવાર ટેસ્ટ મેચ રમી રહી હતી અને એમાં ભારતનું પલડું ભારે સાબિત થયું હતું. ભારતે પહેલાં બાંગ્લાદેશને 106 રન પર ઓલઆઉટ કર્યું અને પછી 347/9નો મોટો સ્કોર બનાવીને પહેલી ઇનિંગમાં 241 રનની સરસાઈ મેળવી હતી. બાંગ્લાદેશની ઇનિંગની હાર ટાળવા માટે બીજી ઇનિંગમાં ઓછામાં ઓછા 241 રન બનાવવાની જરૂર હતી પણ મહેમાન ટીમ માત્ર 195 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી.
ભારતની પહેલી ડે નાઇટ ટેસ્ટ મેચમાં જીતના હીરો એના ફાસ્ટ બોલર રહ્યા હતા. ભારતીય ફાસ્ટ બોલર્સે બાંગ્લાદેશની તમામ 19 વિકેટ લઈ લીધી હતી. ઇશાંત શર્માએ પહેલી ઇનિંગમાં અને ઉમેશ યાદવે બીજી ઇનિંગમાં 5 વિકેટ લીધી હતી. બંને ઇનિંગમાં ઇશાંતે કુલ 9 અને ઉમેશ યાદવે 8 વિકેટ લીધી હતી.
જુઓ LIVE TV....
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube