મલેશિયા માસ્ટર્સઃ પીવી સિંધુ બાદ સાઇના નહેવાલ પણ હારી, ભારતીય પડકારનો અંત
ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ કેરોલિના મારિને શુક્રવારે સાઇના નેહવાલને હરાવતા મલેશિયા માસ્ટર્સ બેડમિન્ટન (malaysia masters badminton) ટૂર્નામેન્ટમાં ભારતીય પડકારનો અંત આવી ગયો છે. સાઇના નેહવાલને મહિલા સિંગલ્સના ક્વાર્ટર ફાઇનલમાં મારિને સીધી ગેમમાં હરાવી તો તે પહેલા વિશ્વ ચેમ્પિયન પીવી સિંધુએ હારનો સામનો કરવો પડ્યો હતો.
કુઆલાલમ્પુરઃ ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ કેરોલિના મારિને શુક્રવારે સાઇના નેહવાલને હરાવતા મલેશિયા માસ્ટર્સ બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં ભારતીય પડકારનો અંત આવી ગયો છે. સાઇના નેહવાલને મહિલા સિંગલ્સના ક્વાર્ટર ફાઇનલમાં મારિને સીધી ગેમમાં હરાવી તો તે પહેલા વિશ્વ ચેમ્પિયન પીવી સિંધુએ હારનો સામનો કરવો પડ્યો હતો. સિંધુને મહિલા સિંગલ્સમાં અંતિમ-8 મુકાબલામાં ચીની તાઇપેની તાઇ જુ યિંગે પરાજય આપ્યો હતો.
પાછલા વર્ષે ખરાબ ફોર્મમાં રહેલી સિંધુ પાસે નવા વર્ષે સારા પ્રદર્શનની આશા હતી, પરંતુ યિંગે સિંધુને વર્ષની પ્રથમ ટૂર્નામેન્ટના મહત્વના મુકાબલામાં 21-16, 21-16થી હરાવી નિરાશ કરી દીધી હતી. આ મેચ 36 મિનિટ સુધી ચાલી હતી. આ સિંધુની યિંગ વિરુદ્ધ 12મી હાર છે. સિંધુ માત્ર પાંચ વખત પૂર્વ નંબર-1ની સામે જીત હાસિલ કરી શકી છે. ઉલ્લેખનીય છે કે સિંધુએ વિશ્વ ચેમ્પિયનની ક્વાર્ટર ફાઇનલમાં યિંગને હરાવી હતી.
IND vs SL 3rd T20I: નવા વર્ષમાં પ્રથમ શ્રેણી વિજયના ઈદારાથી ઉતરશે ટીમ ઈન્ડિયા
સિંધુ વિરુદ્ધ યિંગ
યિંગે દમદાર શરૂઆત કરતા સિંધુ પર લીડ મેળવી લીધી હતી. સિંધુએ ત્યારબાદ વાપસી કરતા સ્કોર 7-7 કી લીધો હતો. અહીંથી યિંગે સતત ચાર પોઈન્ટ લઈને 11-7ના સ્કોરની સાથે બ્રેકમાં ગઈ હતી. બ્રેક બાદ પણ યિંગે પોતાનું ફોર્મ જાળવી રાખ્યું અને પ્રથમ ગેમ 17 મિનિટમાં પોતાના નામે કરી લીધી હતી. બીજી ગેમમાં યિંગે સિંધુ પર સાત પોઈન્ટ લીડ મેળવી લીધી હતી. પરંતુ સિંધુએ વાપસી કરી અને 5 મેચ પોઈન્ટ બચાવતા યિંગ માટે થોડી મુશ્કેલી ઉભી કરી હતી, પરંતુ ચીની તાઇપેની ખેલાડીએ અંતે ગેમ પોતાના નામે કરી લીધી હતી.
ચાર દિવસીય ટેસ્ટ પર ચર્ચાઃ કેપ્ટન કોહલી અને કોચ શાસ્ત્રીની સાથે બીસીસીઆઈ
સાઇના વિરુદ્ધ મારિન
સિંધુની હાર બાદ સાઇના પાસે આશા હતી, પરંતુ તે સ્પેનની આક્રમક ખેલાડી કેરોલિના મારિનના પડકારને પાર ન કરી શકી. મારિને પોતાની આક્રમક રમતથી બંન્ને ગેમ એકતરફથી કરી લીધી હતી. પ્રથમ ગેમ જ્યાં તેણે 21-8થી હરાવી તો બીજી ગેમ 21-7થી પોતાના નામે કરતા સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube