કુઆલાલમ્પુરઃ ભારતના સમીર વર્માને મલેશિયા ઓપન બેડમિન્ટનના પ્રથમ રાઉન્ડમાં વિશ્વના બીજા નંબરના ખેલાડી ડીનના શિ યુકીએ હરાવીને બહાર કરી દીધો છે. મધ્યપ્રદેશના સમીરે ગત વર્ષે ડિસેમ્બરમાં વર્લ્ડ ટૂર ફાઇનલ્સના સેમીફાઇનલમાં શિ યુકીને હરાવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમીરે તેને 65 મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં  20-22, 23-21, 12-21થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. પ્રણવ જેરી ચોપડા અને એન સિક્કી રેડ્ડીએ મિક્સ્ડ ડબલ્સમાં આયર્લેન્ડે સૈમ મૈગી અને ચોલે મૈગીને 22-20, 24-22થી પરાજય આપ્યો હતો. 


ભારતીય શટલર સમીરે પ્રથમ ગેમ  22-20થી હારી ગયો પરંતુ તેણે બીજી ગેમમાં વિરોધી ખેલાડીને પડકાર આપતા 23-21થી જીત મેળવી હતી. ત્રીજી અને નિર્ણાયક ગેમમાં તેનો 12-21થી પરાજય થયો હતો. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર