માન્ચેસ્ટરઃ ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચમી ટેસ્ટ મેચ પહેલા ભારતીય ક્રિકેટ ટીમમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યાં છે અને તેવામાં ટેસ્ટ સિરીઝની અંતિમ મેચ પર સંકટના વાદળો છવાયેલા છે. પરંતુ સારા સમાચાર છે કે માન્ચેસ્ટર ટેસ્ટના એક દિવસ પહેલા બધા ભારતીય ખેલાડીઓનો RT-PCR ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રી અને સપોર્ટ સ્ટાફના ત્રણ સભ્યો ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચોથી ટેસ્ટ દરમિયાન કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા હતા. આ વચ્ચે ટીમમાં આજે વધુ એક કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ટીમના ફિઝિયો યોગેશ પરમાર કોરોનાથી સંક્રમિત થયા છે. ત્યારબાદ ભારતીય ટીમની પ્રેક્ટિસ રદ્દ કરવામાં આવી હતી. યોગેશ પરમાર કોરોનાથી સંક્રમિત થયા બાદ તમામ ખેલાડીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. 


આ પણ વાંચોઃ T20 World Cup 2021: ટી20 વિશ્વકપ માટે આફ્રિકાની ટીમ જાહેર, આ અનુભવી ખેલાડીઓ થયા બહાર


આગામી વર્ષે મેચનો પ્રસ્તાવ
ટીમ ઈન્ડિયામાં વધતા કોરોના કેસને જોતા હાલ બીસીસીઆઈ અને ઈંગ્લેન્ડ તથા વેલ્સ ક્રિકેટ બોર્ડ આગળનો રસ્તો શોધી રહ્યા છે. હવે ખેલાડીઓનો ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવતા શુક્રવારથી શરૂ થનારી મેચની શક્યતા વધી ગઈ છે. 


જો મેચ રદ્દ થાય તો ટીમ આગામી વર્ષે આ ટેસ્ટ રમી શકે છે. મહત્વનું છે કે ભારતે આગામી વર્ષે લિમિટેડ ઓવર્સની સિરીઝ રમવા માટે ઈંગ્લેન્ડના પ્રવાસે જવાનું છે. તે સિરીઝ સાથે એક ટેસ્ટ મેચને પણ સામેલ કરવામાં આવી શકે છે. હવે જોવાનું રહેશે કે બીસીસીઆઈ અને ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ શું નિર્ણય કરે છે. 
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube