એશિયાડઃ 800 મીટર રેસમાં મંજીત સિંહે દેશને અપાવ્યો 9મો ગોલ્ડ, જોનસનને સિલ્વર
ભારતના કુલ મેડલોની સંખ્યા 47 પર પહોંચી ગઈ છે.
જકાર્તાઃ 18મી એશિયન ગેમ્સના 10માં દિવસે ભારતનને પુરૂષોની 800 મીટર રેસમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ મળ્યો છે. મંજીત સિંહે (1:46.15) પ્રથમ સ્થાન પર રહેતા ભારતને 9મો ગોલ્ડ મેડલ અપાવ્યો છે. આ સ્પર્ધાનો સિલ્વર મેડલ પણ ભારતના ખાતામાં આવ્યો છે .જોનસનને (1:46.35) બીજા સ્થાને રહીને સિલ્વર મેડલ મળ્યો તો કતરના અબ્દુલ્લા અબુબકર (1:46.38 )ને બ્રોન્ઝ મેડલ મળ્યો છે.
18મી એશિયલ ગેમ્સમાં અત્યાર સુધી ભારતના કુલ મેડલોની સંખ્યા 49 પર પહોંચી ગઈ છે. જેમાં 9 ગોલ્ડ, 17 સિલ્વર અને 22 બ્રોન્ઝ મેડલની સાથે મેડલ ટેલીમાં ભારત આઠમાં સ્થાને પહોંચી ગયું છે.
દિવસમાં 8 મેડલ
ભારતને આજે 8 મેડલ મળ્યા છે. મંજીત અને જોનસન સિવાય આર્ચરીમાં બે સિલ્વર મેડલ મળ્યા છે. આ સિવાય પિંકી બલહારાએ કુરાશમાં મહિલાઓના 52 કિલોગ્રામ ભાર વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો છે. ભારતની માલાપ્રભા જાધવને બ્રોન્ઝ મેડલ મળ્યો છે. આ પહેલા પીવી સિંધુએ બેડમિન્ટનમાં સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો હતો. તે બેડમિન્ટનમાં સિલ્વર મેડલ જીતનારી ભારતની પ્રથમ ખેલાડી બની ગઈ છે.