IPL 2024: આ પૂર્વ ખેલાડીએ હાર્દિકના કર્યા પેટછૂટા વખાણ, કહ્યું- મુંબઈ હારે કે જીતે મને કોઈ ફરક પડતો નથી...
મુંબઈ ઈન્ડિયન્સની સતત હારથી પરેશાન હાર્દિક પંડ્યાને મુશ્કેલ સમયમાં દિગ્ગજ પૂર્વ ખેલાડીનો સહારો મળ્યો છે. ટીમ ઈન્ડિયા માટે રમી ચૂકેલા આ પૂર્વ ખેલાડીએ પંડ્યાની બોલિંગના વખાણ કર્યા છે.
મુંબઈ ઈન્ડિયન્સની સતત હારથી પરેશાન હાર્દિક પંડ્યાને મુશ્કેલ સમયમાં દિગ્ગજ પૂર્વ ખેલાડીનો સહારો મળ્યો છે. ટીમ ઈન્ડિયા માટે રમી ચૂકેલા આ પૂર્વ ખેલાડીએ પંડ્યાની બોલિંગના વખાણ કર્યા છે. તેમણે પંડ્યાની સાથે સાથે જસપ્રીત બુમરાહના પણ વખાણ કર્યા. મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલની પ્લેઓફ રેસમાંથી તો લગભગ બહાર છે. તે પોતાની 11માંથી 8 મેચ હારી ચૂકી છે અને 6 અંક સાથે પોઈન્ટ ટેબલમાં નવમા નંબરે છે.
મુંબઈ ઈન્ડિયન્સને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ 24 રનથી હારનો સામનો કરવો પડ્યો. કોલકાતા નાઈટ રાઈડર્સ એટલે કે કેકેઆરની ટીમે પહેલા બેટિંગ કરતા 169 રન કર્યા અને ઓલઆઉટ થઈ ગઈ. 170 રનના લક્ષ્યાંક સામે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 145 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.
પૂર્વ ખેલાડીએ કર્યો બચાવ
પૂર્વ ક્રિકેટર મનોજ તિવારીએ આ મેચ બાદ અનેક ટ્વિટ કરી. તેમણે પોતાની એક પોસ્ટમાં લખ્યું કે મુંબઈ હારે કે જીતે મને તેનાથી કોઈ ફરક પડતો નથી. પરંતુ એ સારી વાત છે કે હાર્દિક પંડ્યા યોગ્ય લાઈન લેન્થમાં બોલિંગ કરે છે જે ભારતીય ટીમ માટે મહત્વપૂર્ણ છે. હાર્દિક પંડ્યાએ આ મેચમાં 2 વિકેટ લીધી પરંતુ રન ફક્ત એક બનાવ્યો. પંડ્યાએ આ અગાઉ લખનઉ સુપરજાયન્ટ્સ વિરુદ્ધ પણ 2 વિકેટ લીધી હતી.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube