મનુ સાહની બન્યા આઈસીસીના નવા સીઈઓ, રિચર્ડસનનું લેશે સ્થાન
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)એ મનુ સાહનીને સોમવારે પોતાના નવા મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) નિયુક્ત કર્યાં છે. સાહનીએ તત્કાલ પ્રભાવથી પૂર્વ સીઈઓ ડેવિડ રિચર્ડસનની જગ્યા લીધી છે.
દુબઈઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)એ મનુ સાહનીને સોમવારે પોતાના નવા મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) નિયુક્ત કર્યાં છે. સાહનીએ તત્કાલ પ્રભાવથી પૂર્વ સીઈઓ ડેવિડ રિચર્ડસનની જગ્યા લીધી છે. પરંતુ રિચર્ડસન આ વર્ષે જુલાઈમાં ઈંગ્લેન્ડ અને વેલ્સમાં યોજાનારા વિશ્વકપ સુધી આઈસીસી સાથે જોડાયેલા રહેશે.
આઈસીસીએ એક નિવેદનમાં કહ્યું કે, સાહની છેલ્લા છ સપ્તાહથી રિચર્ડસનની સાથે કામ કરી રહ્યાં હતા, જેથી તે સરળતાથી પોતાનો પદભાર સંભાળવામાં સફળ થઈ શકે. સાહનીએ આ તકે કહ્યું, મને ડેવિડનો વારસો મારા હાથમાં લેવા પર ખુશી થઈ રહી છે. જેણે છેલ્લા સાત વર્ષોમાં આ રમતને આટલી મજબૂતીથી આગળ વધારી છે.
વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર