મુંબઈઃ મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી અને હીરા ઉદ્યોગપતિ રસેલ મહેતાની પુત્રી શ્લોકા મેહતા શનિવારે મુંબઈમાં લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા. લગ્ન સમારોહ દેશના સૌથી મોટા કોર્પોરેટ હાઉસના બાંદ્રા કુર્લા કોમ્પલેક્સમાં નવનિર્મિત સંમેલન કેન્દ્રમાં સંપન્ન થઈ હતી. જ્યાં બી-ટાઉનથી લઈને ક્રિકેટરોનો જમાવડો જોવા મળ્યો હતો. તો આઈપીએલની ટીમ મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓએ પણ દેશના આ મોસ્ટ અવેટેડ લગ્ન સમારોહમાં ભાગ લીધો હતો. મહત્વનું છે કે, આઈપીએલની ટીમ મુંબઈ ઈન્ડિયન્સને આકાશ અંબાણી હેડ કરે છે, જેના કારણે તેની પોતાની ટીમના ખેલાડીઓ સાથે સારી બોન્ડિંગ છે. આજ કારણ છે કે આકાશના લગ્નમાં ક્રિકેટરોનો જમાવડો જોવા મળ્યો હતો. ખાસ કરીને મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓનો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આકાશ અંબાણી અને શ્લોકા મેહતાના લગ્નમાં મુંબઈ ઈન્ડિયન્સના મેન્ટર અને ભારતના પૂર્વ બેટ્સમેન સચિન તેંડુલકર પોતાની પત્ની અંજલીની સાથે હાજર રહ્યાં હતા. તો ટીમ ઈન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાન પણ પત્ની સાગરિકા ઘાટગેની સાથે જોવા મળ્યો હતો. આ સાથે યુવરાજ સિંહે પણ લગ્નમાં હાજરી આપી હતી. તો હાર્દિક પંડ્યા અને ક્રુણાલ પંડ્યા પણ આ લગ્નમાં પહોંચ્યા હતા. મહત્વનું છે કે, આકાશના લગ્નના દરેક કાર્યક્રમમાં સચિન તેંડુલકરે મુખ્ય રીતે ભાગ લીધો હતો. તો લગ્નના દરેક ફંક્શનમાં સચિન જોવા મળ્યો હતો. 



તો ભારતીય ક્રિકેટરોની સાથે વિદેશી ક્રિકેટરો પણ જોવા મળ્યા હતા. જેમાં શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં રહેલા માહેલા જયવર્દને પણ હાજરી આપી હતી. તો ન્યૂઝીલેન્ડનો પૂર્વ ફાસ્ટ બોલર શેન બોન્ડ પણ હાજર રહ્યો હતો. આકાશ અને શ્લોકાના લગ્નના અવસરે એન્ટીલિયાને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, લગ્નને ખાસ બનાવવામાં મુકેશ અંબાણીએ કોઈ કસર છોડી નથી. દેશ-વિદેશના તમામ ક્ષેત્રોની અનેક હસ્તીઓ આ લગ્નમાં હાજર રહી હતી.