રૂસની ટેનિસ સ્ટાર મારિયા શારાપોવાએ 32 વર્ષની ઉંમરે કરી નિવૃતીની જાહેરાત
પૂર્વ નંબર એક અને પાંચ વખતની ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન રૂપની મહિલા ખેલાડી મારિયા શારાપોવાએ ટેનિસને અલવિદા કહી દીધું છે.
લંડનઃ પૂર્વ નંબર એક અને પાંચ વખતની ગ્રાન્ડ સ્લેમ વિજેતા રૂસની મહિલા ટેનિસ ખેલાડી મારિયા શારાપોવા (Maria Sharapova)એ બુધવારે નિવૃતીની જાહેરાત કરી દીધી છે. શારાપોવાએ પોતાની નિવૃતી લેવાનું કારણ પણ જણાવ્યું તેણે કહ્યું, 'મારૂ શરીર વિઘ્ન બની ગયું હતું.' મારિયા શારાપોવાએ વર્ષ 2004માં માત્ર 17 વર્ષની ઉંમરે વિમ્બલ્ડનના રૂપમાં પોતાનું પ્રથમ ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીત્યું હતું અને 2012માં ફ્રેન્ચ ઓપન જીતીને પોતાનું કરિયર સ્લેમ પણ પૂરુ કર્યું હતું.
તો વર્ષ 2004માં શારાપોવાએ વર્લ્ડ નંબર-1 સેરેના વિલિયમ્સને હરાવીને વિમ્બલ્ડનનું ટાઇટલ જીત્યું હતું. ત્યારબાદ તેણે 2012 અને 2014માં ફ્રેન્ચ ઓપનનું ટાઇટલ કબજે કર્યું હતું. તે 2006માં યૂએસ ઓપન અને 2008માં ઓસ્ટ્રેલિયન ઓપન જીતવામાં સળફ રહી હતી.
વર્ષ 2016માં શારાપોવા પર ડોપિંગને કારણે 15 મહિનાનો પ્રતિબંધ લાગ્યો હતો. વર્ષ 2017 એપ્રિલ મહિનામાં તેણે ટેનિસ કોર્ટ પર વાપસી કરી હતી.
શારાપોવાની ટેનિસમાં વાપસી પણ વધુ સફળ ન રહી અને તે પોતાના ખભાની ઈજાથી સતત પરેશાન રહેતી હતી.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube