એડિલેડઃ T20 World Cup 2022, Mark Wood: આજે ટી20 વિશ્વકપમાં ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ આમને-સામને હતા. જેમાં ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને 20 રને હરાવી સેમીફાઇનલની આશા જીવંત રાખી છે. આ મેચ દરમિયાન ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર માર્ક વુડે આ ટૂર્નામેન્ટનો સૌથી ફાસ્ટ બોલ ફેંક્યો હતો. હકીકતમાં માર્ક વુડે ન્યૂઝીલેન્ડની ઈનિંગની છઠ્ઠી ઓવર દરમિયાન 5 બોલ 150 કિમી/ કલાકથી વધુના સ્પીડે ફેંક્યા હતા. તે સમયે કીવી બેટર ગ્લેન ફિલિપ્સ સ્ટ્રાઇક પર હતો. ન્યૂઝીલેન્ડનો બેટર ગ્લેન ફિલિપ્સ માર્ક વુડની સ્પીડ જોઈને ચોંકી ગયો હતો. 


ગ્લેન ફિલિપ્સ થઈ ગયો હેરાન
હકીકતમાં માર્ક વુડની તે ઓવરના છેલ્લા બોલની સ્પીડ સૌથી વધુ હતી. સ્પીડ ગન પર આ બોલની સ્પીડ 155 કિમી પ્રતિ કલાક માપવામાં આવી. આ ટૂર્નામેન્ટનો સૌથી ફાસ્ટ બોલ છે. પરંતુ આ પહેલા પણ રેકોર્ડ માર્ક વુડના નામે હતો. ત્યારે તેણે 154 કિમી પ્રતિ કલાકની સ્પીડથી બોલ ફેંક્યો હતો. તો આજના મેચમાં ફેંકવામાં આવેલા સૌથી ઝડપી બોલને જોઈને ગ્લેન ફિલિપ્સ ચોંકી ગયો. આ બોલ ગ્લેન ફિલિપ્સના બેટના કિનારો લઈને વિકેટની પાછળ બાઉન્ટ્રી બહાર પહોંચી ગયો હતો. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube