AUS vs SA: આ શું થયું... બેટિંગ કરવા સમયે સિગારેટ માંગવા લાગ્યો લાબુશેન, લાઇટર મળ્યું તો હેલમેટમાં લગાવી આગ
Marnus Labuschagne: બેટરોની નજીક ફીલ્ડિંગ કરવા માટે જાણીતો લાબુશેનનો અવાજ હંમેશા સ્ટમ્પ માઇકમાં રેકોર્ડ થઈ જાય છે, પોતાની અનોખી હરકતને કારણે ચર્ચામાં રહેનાર નંબર વન બેટર આ વખતે ફરી ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે.
સિડનીઃ યજમાન ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચ આજથી શરૂ થઈ છે. મેચના પહેલા દિવસે ટોસ જીતી ઓસ્ટ્રેલિયા બેટિંગ કરી રહ્યું છે. આ દરમિયાન જોરદાર ડ્રામા જોવા મળ્યો હતો. ત્રીજા ક્રમે બેટિંગ કરવા આવેલા માર્નસ લાબુશેનને અચાનક સિગારેટ લાઇટરની જરૂર પડી ગઈ. હકીકતમાં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં તે સમયે ફેન્સ વિચારમાં પડી ગયા, જ્યારે દુનિયાના નંબર-1 ટેસ્ટ બેટરે ક્રીઝ પર પહોંચીને સિગારેટનો ઇશારો કર્યો. કોઈ કંઈ સમજી શક્યા નહીં.
સિગારેટ લાઇટરથી જુગાડ
થોડા સમયમાં ઓસ્ટ્રેલિયન ડ્રેસિંગ રૂમમાંથી એક્સ્ટ્રા પ્લેયર્સ ગ્રાઉન્ડ પર સિગારેટ લાઇટર લઈને પહોંચ્યા. લાબુશેન પોતાના હેલમેટથી પરેશાન હતો. હેલમેટમાં ખરાબીને કારણે તેને બોલ જોવામાં થોડી પરેશાની થઈ રહી હતી, ત્યારબાદ તેણે લાઇટરથી નીચે નાયલોનના કપડાને સળગાવીને પોતાની રીતે સેટ કર્યું. હવે સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.
ઋષભ પંતની સારવાર માટે અચાનક લેવાયો આ મોટો નિર્ણય, BCCI રાખી રહ્યું છે સીધી નજર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube