મેલબોર્નઃ પૂર્વ કેપ્ટન સ્ટીવ વો અને રિકી પોન્ટિંગનું માનવું છે કે ઓસ્ટ્રેલિયાએ ભારત વિરુદ્ધ સિડનીમાં ગુરૂવારથી શરૂ થઈ રહેલી ચોથી અને અંતિમ ટેસ્ટ મેચમાં ખરાબ ફોર્મમાં ચાલી રહેલા ઓપનિંગ બેટ્સમેન આરોન ફિન્ચને અંતિમ ઈલેવનમાંથી બહાર કરી દેવો જોઈએ. વો અને પોન્ટિંગ બંન્નેએ લેગ સ્પિનર ઓલરાઉન્ડર માર્નસ લાબુશેનને અંતિમ ઈલેવનમાં રાખવાની ભલામણ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોતાના જમાનાના દિગ્ગજ બેટ્સમેન સ્ટીવ વોએ એમસીજીમાં અંતિમ ટેસ્ટ મેચ માટે પોતાની પસંદગીની ઈલેવન ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. વો અનુસાર માર્કસ હૈરિસ અને અનુભવી શોન માર્શે ઈનિંગની શરૂઆત કરવી જોઈએ અને ત્યારબાદ ઉસ્માન ખ્વાજા ત્રીજા સ્થાને બેટિંગ કરે. 


આ પૂર્વ કેપ્ટનને લાગે છે કે, ઓસ્ટ્રેલિયા તરફથી સિરીઝમાં સર્વાધિક રન બનાવનાર ટ્રેવિસ હેડને ચોથા સ્થાને બેટિંગ કરવી જોઈએ અને ત્યારબાદ કેપ્ટન ટિમ પેન, લાબુશેન અને મિશેલ માર્શ જવાબદારી સંભાળે. 


INDvAUS: સિડનીમાં જીતનો પ્લાન, ભારતના આ 'પાંડવ' ઓસ્ટ્રેલિયા પર પડશે ભારે
 


ફિન્ચે આ સિરીઝમાં અત્યાર સુધી 16 રન પ્રતિ ઈનિંગની એવરેજથી રન બનાવ્યા છે. તેમાં પર્થમાં પ્રથમ ઈનિંગમાં ફટકારેલી અડધી સદી પણ સામેલ છે. પોન્ટિંગે ક્રિકેટ,કોમ,એયૂને કહ્યું, મને લાગે છે કે લાબુશેનને અંતિમ ઇલેવનમાં સામેલ કરી દેવો જોઈએ જેનો અર્થ હશે કે ફિન્ચ નહીં રમે અને ઉસ્માન ખ્વાજા ઈનિંગની શરૂઆત કરશે. મારૂ આવુ મંતવ્ય છે. તેણે કહ્યું, લાબુશેન ચોથા, હેડ પાંચમાં અને મિશેલ માર્શ છઠ્ઠા સ્થાન પર બેટિંગ કરી શકે છે. મને લાગે છે કે બેટિંગ ક્રમ આ પ્રકારે હોવો જોઈએ.