નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમના વિસ્ફોટક ઓપનર માર્ટિન ગુપ્ટિલે ટી20 બ્લાસ્ટ કપમાં સૌથી ફાસ્ટ સદી ફટકારીને ઈતિહાસ રચી દીધો છે. માર્ટિન ગુપ્ટિલે માત્ર 35 બોલમાં સદી ફટકારીને પોતાની ટીમ વોર્સેસ્ટરશાયરને જીત અપાવી. ગુપ્ટિલની આ સદી ટી20 ક્રિકેટમાં ચોથી સૌથી ફાસ્ટ સદી પણ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગઈકાલે નોર્થએમ્પટનશાયર અને વોર્સેસ્ટરશાયર વચ્ચે રમાયેલી મેચમાં વોર્સેસ્ટરશાયરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને નોર્થએમ્ટનશાયરની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 187 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. 


પરંતુ આ લક્ષ્યને હાસિલ કરવા મેચમાં ઉતરેલી વોર્સેસ્ટરશાયરની ટીમે માર્ટિગ ગુપ્ટિલની સદીની મદદથી 9 વિકેટે જીત મેળવી. 


બેટિંગ માટે મેદાનમાં ઉતરેલા ગુપ્ટિલે માત્ર 35 બોલમાં પોતાની સદી પૂરી કરી અને ટીમને આસાન વિજય અપાવ્યો. તેમે 38 બોલ પર 102 રન ફટકાર્યા જેમાં 12 ફોર અને 7 સિક્સનો સમાવેશ થાય છે. આ દરમિયાન તેની સ્ટ્રાઇક રેટ 268.42ની રહી. 


આટલું જ નહીં બીજીતરફ બેટિંગ કરી રહેલા જો ક્લાર્કે પણ શાનદાર બેટિંગ કરી અને 33 બોલમાં 61 રન બનાવ્યા. ગુપ્ટિલ ટીમ જીતની નજીક હતો ત્યારે આઉટ થયો હતો. ત્યારબાદ વોર્સેસ્ટરશાયરે આ લક્ષ્ય માત્ર 13.1 ઓવરમાં હાસિલ કરી લીધો હતો.