ઓલિમ્પિક ક્વોલિફાયર ટ્રાયલ્સમાં નિકહત પર ભારે પડી મેરી કોમ
છ વખતની વર્લ્ડ ચેમ્પિયન મેરી કોમે શનિવારે ઓલિમ્પિક ક્વોલિફાયરની ટ્રાયલ્સની ફાઇનલમાં મહિલાઓના 51 કિલોગ્રામ ભારવર્ગમાં નિકહત જરીનને 9-1થી પરાજય આપ્યો છે.
નવી દિલ્હીઃ છ વખતની વર્લ્ડ ચેમ્પિયન મેરી કોમે (mary kom) શનિવારે ઓલિમ્પિક ક્વોલિફાયરની ટ્રાયલ્સની ફાઇનલમાં મહિલાઓના 51 કિલોગ્રામ ભારવર્ગમાં નિકહત ઝરીનને 9-1થી પરાજય આપ્યો છે. ઈન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમમાં આયોજીત કરવામાં આવેલી ટ્રાયલ્સમાં મેરી કોમે દમદાર પ્રદર્શન કરતા નિકહતને પછડાટ આપી હતી.
આ ભારવર્ગમાં બે દિવસ સુધી ચાલેલી ટ્રાયલ્સમાં ચાર બોક્સરોએ ભાગ લીધો હતો. નિકહતે શુક્રવારે જ્યોતિ ગુલિયાને 10-0 અને મેરી કોમે રિતૂ ગ્રેવાલને 10-0થી પરાજય આપીને આ ટક્કર ફાઇનલ કરી હતી.
તો 57 કિલોગ્રામ ભારવર્ગમાં સાક્ષીએ સોનિયા લાથેરને 9-1થી હરાવી હતી. 60 કિલોગ્રામ ભારવર્ગમાં અનુભવી બોક્સર સરિતાએ હારનો સામનો કરવો પડ્યો હતો. સિમરને સરિતાને 8-2થી પરાજય આપ્યો હતો.
જાવેદ મિયાંદાદે આપ્યું ભારત વિરોધી નિવેદન, ICCને આપી આ સલાહ
69 કિલોગ્રામ ભારવર્ગમાં લવલિના બોરગેહેને લલિતાને 10-0થી પરાજય આપ્યો અને 75 કિલોગ્રામ ભારવર્ગમાં પૂજાએ નુપૂરને પણ 10-0થી હરાવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube