નવી દિલ્હી: મેચ ફિક્સિંગનો મુખિયા સંજીવ ચાવલા (Sanjeev Chawla)ને ગુરૂવારે લંડનથી ભારત લાવવામાં આવ્યો. કોર્ટના નિર્ણય બાદ ઇંગ્લેડે સંજીવ ચાવલાને બુધવારે પ્રત્યારોપણ કર્યો હતો. સંજીવ ચાવલા કથિત રીતે મેચ ફિક્સિંગ રેકેટમાં સામેલ હતો. હવે દિલ્હીની ક્રાઇમ બ્રાંચ તેની સાથે પૂછપરછ કરશે. મેચ ફિક્સિંગ કેસમાં ઘણા ક્રિકેટરોના નામ આવ્યા હતા. સંજીવ ચાવલા જેવા ઘણા ચહેરા બેનકાબ થઇ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હી પોલીસ ગુરૂવારે સવારે  10.30 વાગે સંજીવ ચાવલાને ભારત લઇને આવ્યા. હવે તેને આરકેપુરમમાં ક્રાઇમ બ્રાંચ ઓફિસ લઇ જવામાં આવશે. ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ લેવાનો પ્રયત્ન કરવામાં આવશે. સંજીવ ચાવલા વર્ષ 2000માં રમત જગતને મચમચાવી દેનાર મેચ ફિક્સિંગ કાંડનો મુખ્ય આરોપી છે. તેને ભારત લાવવા માટે ડીસીપી રામ ગોપાલ નાઇકની ટીમ ઇગ્લેંડ પહોંચી ગઇ હતી. 


તમને જણાવી દઇએ કે સંજીવ ચાવલા 1996માં જ લંડન પહોંચી ગયો હતો. સૂત્રોના અનુસાર સંજીવ ચાવલાએ મુંબઇના ઉદ્યોગપતિઓ અને ડી-કંપનીઓના સંચાલકોને સંરક્ષણમાં 90ના દાયકામા6 સટ્ટેબાજી ગેંગ ટુકડીનું સંચાલન કર્યું હતું. આરોપ છે કે તેને દક્ષિણ આફ્રીકા, ભારત, પાકિસ્તાન અને અન્ય દેશોના ટોચના ક્રિકેટરોના માધ્યમથી મેચ ફિક્સ કરી. વર્ષ 2000માં તેનો ભારતીય પાસપોર્ટ રદ થઇ ચૂક્યો છે. 2005માં તેને યૂકેના પાસપોર્ટ મળી ગયા હતા. 


તમને જણાવી દઇએ કે દિલ્હી પોલીસે વર્ષ 2000માં ભારત-દક્ષિણ આફ્રીકા મેચને ફિક્સ કરવામ આટે મહેમાન ટીમના તત્કાલિન કેપ્ટન હેન્સી કોન્યે અને પાંચ અન્ય વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. પછી પુરાવાના અભાવે તેમાંથી હર્શલ ગિબ્સ અને નિકી બોએનું નામ હટાવી દેવામાં આવ્યું હતું. 
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube