નવી દિલ્હી : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટી20 સિરિઝ રોમાંચની ચરમસીમાએ પહોંચી ગઈ છે. બંને ટીમો વચ્ચે ત્રીજી ટી20 મેચ ટાઈ થઈ ગઈ હતી અને પરિણામ માટે સુપરઓવર રમવાની ફરજ પડી હતી. સિરિઝની ચોથી મેચ પણ ત્રીજી મેચની જેમ જ ટાઇ થઈ ગઈ છે. એક સમયે એવું લાગતું હતું ભારત મેચ હારી જશે પણ શાર્દુલ ઠાકુરે છેલ્લી ઓવરમાં શાનદાર બોલિંગ કરીને બાજી પલટી નાખી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાની રામપાલને 'વર્લ્ડ ગેમ્સ એથલીટ ઓફ ધ યર' પુરસ્કાર


આ મેચમાં ન્યૂઝીલેન્ડને જીત માટે છેલ્લી ઓવરમાં સાત રન જોઈતા હતા. આ ઓવરમાં શાર્દુલ ઠાકુરે બોલિંગ કરી હતી. તેણે આ ઓવરમાં માત્ર છ રન આપ્યા અને મેચ ટાઇ થઈ ગઈ હતી. શાર્દુલ ઠાકુરની ઓવરની વિગતો નીચે પ્રમાણે છે. 


  • પહેલો બોલ : શાર્દુલ ઠાકુરે રોસ ટેલરને મિડવિકેટ બાઉન્ડ્રી પર કેચ કરાવ્યો.

  • બીજો બોલ : ડેરિલ મિચેલે ચોકો માર્યો.

  • ત્રીજો  બોલ : ડોટ બોલ. ટીમ સીફર્ટ બાઇ રન લેવાના પ્રયાસમાં રન આઉટ થયો. 

  • ચોથો બોલ : મિચેલ સૈંચનરે મિડવિકેટ પર રમીને એક રન લીધો.

  • પાંચમો બોલ : ડેરિલ મિચેલે ઉંચો શોટ માર્યો અને શિવમ દુબેએ કેચ કર્યો.

  • છઠ્ઠો બોલ : સૈંટરને ડીપ પોઇન્ટ પર શોટ મારીને એક રન માર્યો. 


AUS Open: ફેડરરનું સપનું રોળાયું, જોકોવિચે સેમિફાઇનલમાં હરાવી કર્યો બહાર


આમ, આ રીતે શાર્દુલ ઠાકુરે આ  ઓવરમાં માત્ર છ રન આપ્યા અને મેચ ટાઈ થઈ ગઈ. આ પછી સુપર ઓવર રમવામાં આવી. ન્યૂઝીલેન્ડે સુપર ઓવરમાં પહેલા બેટિંગ કરી અને 13 રન બનાવ્યા. આના જવાબમાં ભારતે પાંચ બોલમાં 16 રન બનાવીને મેચ જીતી લીધી. સુપર ઓવરમાં ભારત માટે કે.એલ. રાહુલે ત્રણ બોલમાં 10 રન બનાવ્યા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર